________________
ભાગવતને માનવધર્મ કૃષ્ણના બાળજીવનની એક બીજી કથા ભાગવતમાં છે. કૃષ્ણ ને બળરામ ગોપકુમાર સાથે ફરવા નીકળેલા. છેકરાઓને ભૂખ લાગી. કૃષ્ણને કહેઃ “ખાવાનું આપો. કૃષ્ણ કહે: “અહીં પાસે બ્રાહ્મણે સ્વર્ગ મેળવવાને યજ્ઞ કરે છે. ત્યાં જઈને કહે કે કૃષ્ણ કહેવડાવ્યું છે, ખાવાનું આપો. છોકરાઓ ગયા. બ્રાહ્મણને દંડવત પ્રણામ કરી કૃષ્ણનો સંદેશો કહ્યો. બ્રાહ્મણે કહેઃ “આ તે યજ્ઞનું નિવેદ્ય છે. યજ્ઞ પૂરો થતા સુધીમાં અપાય નહીં.' ભૂખ્યા છોકરાઓ કરગર્યો, પણ બ્રાહ્મણો પલળ્યા નહીં. બ્રાહ્મણે પ્રભુના ભક્ત તો હતા; અને યજ્ઞ, યજમાન ને યજ્ઞની સામગ્રી બધું વિષ્ણુરૂપ છે એમ ભણેલા. છતાં, માણસ એ પણ વિષ્ણુનું જ રૂપ છે એ સમજેલા નહીં. છોકરા કૃષ્ણ પાસે પાછા ગયા. કૃષ્ણ કહે : “હવે ફરી જાઓ, ને એ બ્રાહ્મણની પત્નીઓ પાસે ખાવાનું માગજો. એ જરૂર આપશે.” છોકરાઓએ બ્રાહ્મણ પત્નીઓ પાસે જઈ કૃષ્ણને સંદેશો કહ્યો. સ્ત્રીની પાસે તે માનું હદય. તેઓ બોલી ઊઠી: “ભૂખ્યા છે, દીકરા ? આ બધી રઈને કરવાની છે શું? પણ તમે નાના છોકરા આટલો ભાર ઉપાડશે કેવી રીતે? ઊભા રહો, અમે જ એ લઈને ત્યાં આવીએ છીએ. બ્રાહ્મણ પત્નીઓએ જઈને છોકરાઓને જમાડ્યા. એમને તે ખબરેય નહાતી ને આશા પણ નહોતી કે અહીં ભગવાનનાં દર્શન થશે. પણ ભૂખ્યા ભગવાનને–તેનાં બાળકને ખવડાવવાનો ધર્મ તે સમજેલી. એટલે એમને કૃષ્ણનાં સાચાં દર્શન થયાં. નિરક્ષર ને જ્ઞાનહીન એવી સ્ત્રીઓ વિષ્ણુનાં દર્શન કરી આવી એમ જાણું બ્રાહ્મણ પસ્તાયા. માનવસેવાને પ્રભુભક્તિ સાથે કેવો ગાઢ સંબંધ છે તે અહીં બતાવ્યું છે.
સ્માર્તધર્મો વર્ણભેદને તેની વિગતનું ઘણું વર્ણન કર્યું હશે, પણ ભાગવતધર્મને આખો ઝોક તે ભેદ રદ કરવા તરફ – અથવા, ઓછામાં ઓછું, તેમાંથી ઊંચનીચપણને વિચાર ટાળવા તરફ રહેલો છે. તેણે ચાંડાલની વ્યાખ્યા જ બદલીને કહ્યું છે કે જે દુરાચારી તે ચાંડાલ. આવા ચાંડાલની કોઈ જાતિ ન હોઈ શકે. માણસ હાથે કરીને ચાંડાલ થાય, ને પાછો સદાચારી બને તે તેનું
મં–પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com