________________
ભાગવતને માનવધર્મ અમારા એકના નથી, સહુના છે. અમારા એકલાંના નથી, માણસમાત્રના છે. અમે તમારાં દાસ છીએ.' રોઈ રોઈને ગોપીઓને અહંકાર જોવાઈ ગયો ત્યારે ભગવાન પાછા હસતા હસતા પ્રગટ થયા.૩૫ ભગવાન બીજાને નથી ને મારે છે એમ કહેવાનો, તથા એ સર્વશક્તિમાન અને પતિતપાવનની શક્તિ પર મર્યાદા મૂકવાનો, આપણને શું અધિકાર છે? ભગવાન આપણું છે કે આપણે ભગવાનના છીએ ? શંકર જેવા પરમ જ્ઞાની ને પરમ ભકતે તે કહ્યું કે “હે નાથ ! હું તમારો છું, તમે મારા નથી. તરંગ સમુદ્રને હોય, સમુદ્ર તરંગનો હોય નહીં. '૩૬
ભાગવતમાં આપેલી જયવિજયની કથા જુઓ. એક વાર બ્રહ્માના પુત્રો – સનન્દન વગેરે – ત્રિભુવનમાં ફરતા ફરતા વિષ્ણુલોક આગળ આવી ચડ્યા. તેઓ પૂર્વજોના પણ પૂર્વજ હેવા છતાં, પાંચ છ વરસના નાગાપૂગા બાળકના રૂપમાં ફરતા હતા. આવાં રખડુ નાનાં છોકરાંને વિષ્ણુના ધામમાં કેમ જવા દેવાય? એમ ધારી દ્વારપાળ જયવિજયે એમને રોક્યા. બાળકો કહે : “ પ્રભુના ચરણ આગળ તે આવી પ્રવેશની મનાઈ હોય? ત્યાં આ ગર્વ શો? આ ભેદભાવ શો ? આ અજ્ઞાન શું? અમને પ્રભુનાં બાળકોને અંદર જતા રોકનાર તમે આ દેવાધિદેવના ધામમાં રહેવાને લાયક નથી. તમે પાપમાં પાપી એવી આસુરી નિમાં જાઓ.” ૩૦ દેવમંદિરનાં દ્વાર પ્રભુનાં કોઈ પણ બાળક સામે રોકવાનું શું પરિણામ છે તે ભાગવતે બેધડક બતાવ્યું છે. વળી તેણે સ્પષ્ટ કહી રાખ્યું છે કે “એકલા આ પુરુષવરે જ નહીં, પણ સ્ત્રીઓ, શો, હૂણ, શબરી તથા બીજા પાપી છે પણ – ભક્તિ દ્વારા- ભગવાનની આ માયાને જાણે છે ને તરી જાય છે.૩૮
આ પુનિત, આ ભવ્ય એ ભાગવતધર્મનો, વૈષ્ણવધર્મને, ભક્તિમાર્ગને, પ્રપત્તિયોગને સંદેશો છે. ભગવાનની વેણુ વાગતી ત્યારે માણસો તો શું પણ પશુપંખી સુધ્ધાં સ્તબ્ધ થઈને તે સાંભળી રહેતાં – એવી અજબ એ વેણુની મેહની હતી. એ ભગવાનના મુખમાંથી ઝરેલી ગીતાએ પણ પોતાની મોહની એવી જ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com