________________
ભાગવતધમ ના વિશાળ પ્રવાહ
પરમ ગતિ સુધી પહોંચવાને અધિકાર છે. ત્યાં મોટા દુરાચારીને પણ મનાઈ નથી. એ દુરાચારીના પગ ભગવાનની તરફ વળ્યા, એ એને શુભ નિશ્ચય જ એને ‘ સાધુ ' બનાવવાને પૂરતા છે. એવા દુરાચારી મેલેા છે એટલા માટે તેને ભગવાન દૂર રાખતે નથી, પણુ તેને પેાતાની પાસે આવવા દઈ તેને તરત ધર્માત્મા બનાવે છે. ગીતામાં ભગવાન કહે છે કે પડિતાએ બ્રાહ્મણ અને ગાય, તથા શ્વાન અને પાક એ સની પ્રત્યે સમદષ્ટિ રાખવી જોઈ એ.૧૪ ટીકાકાર અભિનવગુપ્ત કહે છે : ‘ કૂતરે અપવિત્ર કે અપકારી છે એમ ન માનવું જોઈ એ; તે ચંડાળ પાપી કે અપવિત્ર છે એવે વિચાર મનમાં ન લાવવા જોઇ એ. ૧૫
品
.
યજ્ઞા વડે દેવાને રીઝવી તેમની પાસે ધાયું કામ કરાવવાની શક્તિ એક્વા ધનિકામાં જ હોય છે; અને જ્ઞાનમાર્ગનું અનુશીલન એક્લા શિષ્ટ ને સસ્કારી લેાકા જ કરી શકે છે; પણ ગીતા જે ભક્તિમાર્ગીના ઉપદેશ કરે છે તે માર્ગે જવાનું સામર્થ્ય તા સહુ કાઈમાં હોય છે. નબળાં ને નીચાં ગણાતાં, નિરક્ષર ને અજ્ઞાન, એ સહુને માટે આ માર્ગ ખુલ્લા છે. ૧૬
ઈશ્વર પ્રેમસ્વરૂપ છે. તેને નાત નથી, વણું નથી, લિગ નથી, રાષ્ટ્રીયતા નથી. ગીતાએ ભક્તિમાર્ગના ઉપદેશ કરવામાં, ભક્તિમય પ્રેમનાં દ્વાર સહુને માટે ખુલ્લાં કરી દીધાં છે; અને તેમાં નાતજાતના, સાધુઅસાધુના, કે સ્રીપુરુષના કશા ભેદ રાખ્યા નથી. ભક્તિમાર્ગ સહુને માટે ખુલ્લા છે. ઈશ્વર પ્રત્યે પ્રેમ ધરાવવાના કાર્યનાચે હકના ઇનકાર કોઈનાથી કરી શકાય નહી‘.’૧૭
"
સાદી છતાં ભવ્ય એવી શૈલીવાળા ગીતા આ મહેનતમજૂરી કરનારાં, નિરક્ષર ને નિન માસેાને માટે જ લખાઈ હતી. આ માણસેાએ માનેલું કે વેદનું જ્ઞાન આપણે માટે જેટલું અપ્રાપ્ય છે તેટલા જ આપણે માટે મેક્ષ અને ઈશ્વરદર્શીન પણ અલભ્ય છે. આ નમ્ર આત્માઓને ભગવાનની વાણી પાકારીને કહે છે કે ઈશ્વરને પૂજીને તથા પેાતાને ભાગે આવેલું નિયત કર્યાં કરીને દરેક માણુસ પૂર્ણત્વ સુધી પહોંચી શકે છે.’૧૮
ભક્તિમાર્ગના પ્રાચીન સાહિત્યમાં નારદ અને શાંડિલ્યનાં ભક્તિસૂત્રે ઘણાં પ્રસિદ્ધ છે. નારદ કહે છેઃ
"
ભગવાનના ભક્તોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com