________________
જર
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર જેવા દેખાવવાળા, અને રાતી આંખ તથા કાળા વાળવાળો માણસ નીકળે. બ્રહ્મવાદી ઋષિઓએ તેને કહ્યું કે બેસ' (નિરી). એ પુરુષમાંથી ક્રર, અને પર્વત પર તથા વનમાં રહેનારા નિષાદ, તથા બીજા વિધ્યવાસી પ્લેચ્છ લાખોની સંખ્યામાં જન્મ્યા. આ કથા. જે ખરી હોય, તે એમાં એમને અસ્પૃશ્ય માનવાનું કારણ ક્યાં આવ્યું? અને વસ્તુતાએ મહાભારતમાં તેમને અસ્પૃશ્ય માન્યા નથી જ.૨૧
અર્જુન તપ કરીને શિવજી પાસેથી શસ્ત્રાસ્ત્ર લેવા હિમાલય ગયો ત્યારે સર્વ પાપ હરનાર પિનાકપાણિ એવા ભગવાન હરે કિરાતને વેષ લીધે હતો, ને ઉમાએ પણ કિરાતીનું રૂપ લીધું હતું. ૨૨ મહાદેવે જે જાતિનું રૂપ લીધું તે હલકી કેમ હોઈ શકે? ઊલટું આપણને તે એમ થવું જોઈએ કે એ જાતિનાં કેવાં સદ્ભાગ્ય કે ભગવાને એનું રૂપ લેવાનું ઉચિત માન્યું!
અભિમાની માણસે જેમને હલકા ગણે છે એવામાં જ રૂપ, લેવાનું ભગવાનને પણ ગમતું લાગે છે! મહાભારતમાં જ ઉત્તક નામના એક તપસ્વી બ્રાહ્મણની વાત છે. તેણે કૃષ્ણ ભગવાન પાસે વર માગ્યો કે “હું રણમાં પણ જે પાણી માગું તો તે મને મળે એવું કરી આપો. ભગવાન કહે: “સારું. પાણું જોઈએ ત્યારે મને યાદ કરજે.” આટલું કહી કૃષ્ણ તે દ્વારકા ગયા. પછી કેટલેક વખતે રણમાં ફરતાં ઉત્તકને તરસ લાગી, ને તેણે ભગવાનનું સ્મરણ કર્યું. ત્યાં તે ધૂળથી મેલો ને ઉઘાડા શરીરવાળે એ એક માતંગ (ચાંડાળ) દેખાયો. તેની જોડે કૂતરાનું ટોળું હતું. માતંગના હાથમાં ધનુષબાણ હતું, ને પીઠે ભાથું બાંધેલું હતું. તેના પગ આગળ એક વહેળે હતો, તેમાં પુષ્કળ પાણું હતું. માતંગે સહેજ હસીને ઉત્તકને કહ્યું : “હે ભાર્ગવ! આ પાણી હું આપું તે લે પીઓ. તમે તરસ્યા છે, એ જોઈ મને બહુ દયા આવે છે.” મુનિએ એ પાણી લેવાની ના પાડી, ને ભૂંડા શબ્દોથી કૃષ્ણની નિન્દા કરી. માતંગે ફરી ફરી ઘણું સમજાવી જોયે, પણ ક્રોધે ભરાયેલા ઉત્તકે પાણી પીધું નહીં, ને માતંગની અવગણના કરી. માતંગ કૂતરાં સાથે ત્યાં જ અંતર્ધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com