________________
- કેટલીક “ઇતિહાસસ્થાએ થઈ ગયે. એ જોઈ ઉત્તક મનમાં શરમાય, ને એને થયું કે કૃષ્ણ મને ખરે છેતર્યો! એટલામાં એ જ રસ્તે શંખ ચક્ર ગદાધારી ભગવાન પધાર્યા. ઉતંક એમને કહેવા લાગ્યાઃ “પ્રભુ ! આ કંઈ સારું ન કહેવાય ! હું બ્રાહ્મણ. માતંગના ઝરામાંથી હું પાણું કેમ પી શકું?” ભગવાને એને સાંત્વન આપતાં કહ્યું: “જે રીતે પાણી આપવું યોગ્ય હતું તે રીતે આપ્યું. પણ તે તે લીધું નહીં. ખરી વાત તો એ છે કે તારે માટે મેં ઇંદ્રને વાત કરી ને કહ્યું કે “તમે ઉત્તકને પાણીના રૂપમાં અમૃત આપો.” ઇંદ્ર કહે: એ કેમ બને? માણસને અમર કેમ બનાવાય? માટે એને બીજો કોઈ વર આપે.” મેં ફરી ફરીને કહ્યું: “ના, એને અમૃત જ આપે.” ઇંદ્ર મને રાજી કરવા માગતા હતા, એટલે કહેઃ “અમૃત આપવું જ હોય તો એક શરત છે. હું માતંગનું રૂપ લઈ ઉત્તકને પાણીરૂપે અમૃત આપવા જાઉં. એ જે મારે સત્કાર કરશે ને મારા હાથનું પાણી પીશે તે એને અમૃત મળશે. પણ એ જે મને ચાંડાલ માની મારી અવગણના કરશે ને મારા હાથનું પાણી નહીં પીએ, તે એને અમૃત નહીં મળે.” ઇંદ્રની વાત મેં સ્વીકારી; અને ઇંદ્ર ચાંડાલરૂપે તને અમૃત આપવા આવ્યા. પણ તેં તે એમને તિરસ્કાર કર્યો. ચાંડાલ રૂપે આવેલા એ ભગવાનનું આપેલું પાણી પીવાની તેં ના પાડી, એ ઘણું મોટું પાપ કર્યું. હશે, તને અમૃત તે ન મળ્યું. પણ તું મને યાદ કરશે ત્યારે તેને પાણું તે મળશે.” ૨૩
અનુગીતામાં આપેલી આ વાર્તાને બોધ દેખીતે છે. આપણને પણ ભગવાન ચાંડાલરૂપે કેટલીયે વાર દર્શન દેતે હશે, ને આપણે કેટલીયે વાર એને તિરસ્કાર કરતા હઈશું. ભગવાનને ભકત તે જાણે છે કે પ્રભુ ક્યારે કયું રૂપ લઈને આવશે એને કોઈ નિયમ નથી; માટે એ તો માણસમાત્રને ભગવાન ગણ તેમને સત્કાર કરવાનું ચૂકતો નથી. તેથી જ એક ગ્રંથમાં કહ્યું છે કે તમારે ઘેર વૈશ્વદેવને વખતે ચોર, ચાંડાલ, શત્રુ, કે ભલે તમારા સગા બાપને મારનારો પણ આવે, તોયે તે અતિથિને સત્કાર કરજે; એ તમને સ્વર્ગે લઈ જશે.” ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com