________________
મંદિર પ્રવેશ અને શાસે ધર્મરાજ યુધિષ્ઠિર ચાર ભાઈઓ અને દ્રૌપદી સાથે મહાપ્રસ્થાન કરી સ્વર્ગે જવા નીકળ્યા. જેડે એક કૂતરે હતો. દ્રૌપદી, સહદેવ, નકુલ, અર્જુન અને ભીમ એક પછી એક રસ્તામાં ભય પર પડી ગયાં; તેમનાં પુણ્ય ખૂટ્યાં, એટલે આગળ એમનાથી જઈ શકાયું નહીં. એકલો કૂતરો સ્વર્ગના દ્વાર સુધી જોડે રહ્યો. ઇદ્ધ ધર્મરાજને કહ્યું: “તમારી પત્ની અને તમારા ભાઈઓ મરીને સ્વર્ગે ગયાં છે,
એટલે તમે એમને સ્વર્ગમાં મળી શકશો. તમારે પોતાને તે મૂઆ વિના, આ માનવદેહે જ, સ્વર્ગમાં આવવાનું છે.'
યુધિષ્ઠિર કહેઃ “હે ઇદ્રદેવ! આ મારે વફાદાર કૂતરે હંમેશાં મારી જોડે રહ્યો છે. એને પણ મારી જોડે સ્વર્ગમાં આવવા દે.'
ઇંદ્ર કહે: “તમને અમરપદ મળે છે. મારી બરોબરીનું સ્થાન સ્વર્ગમાં મળે છે. તમે એ કૂતરાને અહીં જ મૂકી દો. એમાં કશું ખોટું નથી.”
યુધિષ્ઠિર કહેઃ “એ તે બને જ નહીં. આર્યથી આવું વર્તન કરાય જ નહીં. મારા વફાદાર કૂતરાને છોડીને જે સંપત્તિ અને સુખ મને મળતાં હોય તે મારે નથી જોઈતાં.”
ઈદ્ર કહે : “સ્વર્ગમાં કૂતરાવાળા માણસને માટે જગા નથી તેનું શું?'
ધર્મરાજ કહેઃ “તે હું અહીં સ્વર્ગને દરવાજે જ રહી જઈશ. પણ આ કૂતરાને તે, હે મહેન્દ્ર, હું કદી ત્યાગ નહીં કરું. ભાઈએ અને પત્ની તો મરી ગયાં છે. તેમની જોડેની લેણાદેણી પૂરી થઈ તેમને હું જીવતાં કરી શકવાને નથી. એમને સ્વર્ગમાં જોવાનો આનંદ હું જતો કરી શકીશ, પણ આ કૂતરાનો ત્યાગ તે મારાથી નહીં જ કરી શકાય.’
સાક્ષાત ધર્મો પ્રગટ થઈ યુધિષ્ઠિરને કહ્યું: “ભૂતમાત્ર પ્રત્યેની તમારી આ દયા સાચી છે. મેં અગાઉ તવનમાં તમારી પરીક્ષા લીધી હતી, ને પાણી લેવા આવેલા તમારા ભાઈઓને મારી નાખ્યા હતા. તેમાંયે એક ભાઈને જીવતા કરવાનું મેં કહ્યું, ત્યારે તમે બંને માને સરખી ગણુ નકુલને જીવતો કરવાનું માગ્યું હતું. આજે તમે વફાદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com