________________
મંદિર પ્રવેશ અને શા વિદ્વત્તા ને કુશળતા ઉપરથી ભવભૂતિએ તેને લક્ષ્મણને મેહે “આર્ય હનુમાન કહેવડાવ્યો છે, અને રામને મેઢે કહેવડાવ્યું છે કે “એ અંજનાપુત્રના પરાક્રમથી આપણે અને જગત બંને કૃતાર્થ થયાં છીએ.”૧૧૭ વિભીષણ રાક્ષસ જાતિને છતાં સાધુચરિત અને ધર્માત્મા છે. એને પણ રામે મિત્ર બનાવ્યો છે. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ, તથા ગુહ, હનુમાન, સુગ્રીવ અને વિભીષણ એમાં રામને મન કશો. ફરક નહોત; બધા જ એમના ભાઈ હતા. રામની આ ઉદારતા એ દરેક હિંદુને માટે તેમને જીવનસંદેશ છે; અને તેમણે પ્રેમના છત્ર નીચે કરેલું ભારતનું આ એકીકરણ એ એમની મોટામાં મોટી રાષ્ટ્રસેવા છે.
પણ રામાયણના કવિ એટલેથી અટકતા નથી. કૅચ જેવા પક્ષીને વધ થયેલ જોતાં એમનું હદય દ્રવે છે; તેઓ નિષાદને કહે છે કે “હે નિષાદ! તું ઝાઝો કાળ નહીં આવે, કેમ કે તેં ક્રાંચના જેડામાંથી કામમોહિત કૅચને માર્યો છે.”૧૧૫ એમના એ શેકમાંથી કાવ્યની સરિતા વહે છે. અહીં મનુષ્યતર સૃષ્ટિ પ્રત્યે માણસની કેવી સહૃદયતા બતાવી છે! વળી ગીધ જટાયુને રામ પિતા સમાન ગણે છે; અને જટાયુ એક અબળાને બચાવવા પિતાના પ્રાણ પાથરી આતંત્રાણનો ક્ષાત્રધર્મ પાળી બતાવે છે. જટાયુ ને શબરીનાં જીવન જોઈ રામ લક્ષ્મણને કહે છે: “ખરું છે, લક્ષ્મણ, જગતમાં આર્યતાને, ભલાઈને જાતિ કે જન્મનાં બંધન નથી. મનુષ્યની સર્વ જાતિઓમાં– અરે, મનુષ્યતર એવી તિર્ય યોનિમાં પણુ–સાધુચરિત, ધર્માચરણ, શર, અને શરણે જવા લાયક એવી વ્યક્તિઓ પડેલી છે.”૧૧૧ માણસ માણસનું જ નહીં, પણ માણસ અને પશુપંખીનું – અર્થાત જીવમાત્રનું – પણ ઐક્ય, એ રામાયણનો મુખ્ય સંદેશ છે.
મહાભારતમાં, બ્રાહ્મણ ઋષિ શુક્રની કન્યા દેવયાની યયાતિ રાજાને પરણી હતી.૧૨ એ પ્રતિમ વિવાહ થયો. છતાં એના વંશજ ક્ષત્રિય જ ગણાયા. સત્યવતી દાસની કન્યા હોવા છતાં એને માટે મહર્ષિ અસિતનું પણ માગું આવ્યું હતું. છેવટે શાતનુ રાજા એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com