________________ સાધ્વીશ્રી તરંગવતીએ પોતાની પૂર્વની રામાયણ કહેવાની માંડવાળ કરી, કહેવાની ના પાડી, એટલે શેઠાણી હાથ જોડી કહે, ‘ભગવતી ! તમારી વાત સાચી છે કે પૂર્વનું યાદ ન કરવું જોઈએ, પરંતુ જયારે તમે આટલું અઢળક સૌંદર્ય છતાં આટલો ઊંચો વૈરાગ્ય અને સંયમ પામ્યા છો ત્યારે એની પાછળ કારણભૂત તમારા જીવનમાં એવો કોઈ પ્રસંગ તો હશે જ ને ? એ સાંભળતાં અમને પણ વૈરાગ્ય જાગવાની પ્રેરણા મળે ને ? અલબત તમારે પોતાને માટે પૂર્વના સુખ યાદ કરવામાં અનર્થદંડ છે, કિન્તુ તમે તો સારા શાસ્ત્રજ્ઞ છો સંયમી છો એટલે સામે પ્રબળ વૈરાગ્ય ભાવનાઓ જાગતી રાખીને પેલાની ખરાબ અસરથી બચી શકો છો. બાકી અમને સંવેગ-વૈરાગ્યના ઉત્તમ શુભભાવનો લાભ થવા સંભવ છે. માટે તમો કેવા સુખસમૃદ્ધિમાં હતા અને કેવું દુ:ખ ઊભું થયું કે એના પ્રતાપે તમને વૈરાગ્ય થયો ને દીક્ષા લઈ લીધી ? એ જરૂર કહો.' અહીં તરંગવતી સાધ્વીજીએ જોયું કે “અહીં પણ આટલા બધા સુખમાં મહાલતા ભાવિકો જયારે વૈરાગ્યની રુચિ અને જિજ્ઞાસા બતાવે છે, ને અને જયારે કહે છે કે “આપનું જીવન સાંભળતાં અમને સૌને સંવેગ વૈરાગ્ય વધવા સંભવ છે, તેમજ આપ મહાન સંયમી અને ઉપયોગવંતા છો તેથી આપ આપના દિલને સાવધાન રાખીને બધી વિગત કહેશો એમાં આપને કાંઈ અનર્થદંડ લાગવાનો કે વાસના જાગવાનો સંભવ નથી, તો અમારા મહાન લાભને લક્ષમાં લઈ આપ જરૂર અમને આપનું અલૌકિક જીવન સંભળાવો.' આમ જયારે કહે છે, તો સંભવ છે મારી વિગત સાંભળીને આ જીવો પામી જાય.” એટલે કહે છે,| ‘જુઓ ભાગ્યવતી ! તમે સંવેગ-વૈરાગ્યની રુચિ બતાવો છો એટલે, જો. કે મને કહેવાનો હરખ નથી, કિન્તુ મારું સાંભળીને સંસાર પર ભારે દુર્ગછા થાય એવું છે, તેથી કહું છું તે સાંભળો. શેઠાણી ખુશી થઈ ગઈ, બીજી પણ બાઈઓ રાજી રાજી થઈ ગઈ. સૌએ ઊઠીને સાધ્વીને વંદના કરી અને સામે વિનયપૂર્વક સૌ બેસી ગયા. શેઠાણી બરાબર સાધ્વીજીની સામે જ હાથ જોડીને બેસી ગઈ. સહેજ અભિમાનમાં મહાન લાભહાનિ : વાચન-વ્યાખ્યાન સાંભળવાની રીત આ છે કે ગુરુની બરાબર સામે બેસી જવું. એમાં ય અજ્ઞાન માણસોને માનહાનિ લાગે છે, તેથી સામે જગા 26 - તરંગવતી