________________
કપડવણજની ગૌરવ ગાથા
ગૌરવ પહેલું
-
ઐતિહાસિક નગર કપડવણજ
પૌરાણિક કપડવણજ
પ્રાચીન અર્વાચીન કપડવણજનું અસ્તિત્વ ક્યા કાળમાં થવા પામ્યું? ક્યા ચોક્કસ દિવસે અને તેણે વસાવ્યું તેને ઈતિહાસ અથવા તે કઈ દંતકથા ક્યાંય મળી નથી. છેક પુરાણકાળમાં પ્રાતઃ સ્મરણીય ભગવાન રામચંદ્રજીએ પિતૃઆજ્ઞાને આધિન ૧૪ વરસના વનવાસના દિવસેમાં આ ધરતીને પાવન કરેલી મનાય છે. અવધપુરી થતાં લુણપુરમાં મહારાજા દશરથનું શ્રાદ્ધ કરી તેને પાવન કરેલું. શ્રાદ્ધ માટે ભુદેવોને આમંત્રણ આપેલું પણ પાણીનું મહાસંકટ હતું, આથી તે સમયે સ્વયં ભગવાન રામબાણ વડે તે સંકટ દૂર કરેલું ત્યારથી આ સ્થળને “રામક્ષેત્ર” કહેવામાં આવે છે. “રામક્ષેત્ર તે જ હલનું આપણું લસુંદ્રા.
રામાયણ કાળમાં શ્રીઉત્કંઠેશ્વર મહાદેવ જાબાલમુનિની ઉત્કંઠાથી વેત્રવતી(વાત્રક) ને કાંઠે પ્રગટ થયા. મહાભારત કાળમાં કેદારેશ્વર મહાદેવની સ્થાપના થઈ. પરંતુ એ કાળમાં કપડવણજનું અસ્તિત્વ હતું કે કેમ તેને કોઈ ખાસ ઉલ્લેખ નથી.
(કાશ્યપ ગંગા) –વેત્રવતીના કિનારા ઉપર આ સમયમાં ઋષિમુનિઓના આશ્રમે જ હતા. કપડવણજ અને તેની આજુબાજુની ધરતી વલ્લરીથી આચ્છાદિત રહે છે.