________________
ગૌરવ છ
–કેળવણું
૧૨૫
મકાનમાં, શ્રીદેલતરામ જયશંકર ત્રિવેદીના મકાનમાં, શ્રીહરીલાલ શંકરલાલ ત્રિવેદીના મકાનમાં શ્રીવાડીલાલ મગનલાલ શાહના જીનમાં, શ્રીશામળદાસ નથુભાઈ શેઠના બંગલામાં. એમ ઉપરોક્ત સ્થળમાં જજભાડાથી શાળા પિતાનું કામ કરતી હતી. વર્ષોના દુઃખના કઠીન પ્રસંગે પ્રસાર કરી. ઈ. સ. ૧૯૧૩ ચિત્રકલા હલ તથા તેની આસપાસના બે હેલથી શરૂઆત કરતાં, આગળ અન્ય હોલ બંધાવા માડ્યા. વિકાસની શરૂઆતના તે સમયના મુખ્ય મ્યુ. પ્રમુખ સ્વ. સં. બ. વલભરામ છેટાલાલ ત્રિવેદીને ફાળે જાય છે. તેઓ શ્રીકપડવણજના ચાણક્ય અને એક ચક્ષુ હતા. એ બાજુની શાળાની પાંખ તે સમયે ગામના કેટલાક દાનવીરેના સહકારથી બંધાઈ ગઈ. તેવી જ રીતે સામેની પાંખ પણ બંધાઈ ગઈ (જેમાં જૂની પાંખમાં પણ ઓરડા છે. જેમાં ચિત્રકળા હેલ તથા વિજ્ઞાન હેલ છે. સામેની નવી પાંખમાં પણ ઓરડા છે. જેમાં અનેક દાતાઓના નામે હેલ બંધાયેલ છે.) - જ્યારે શાળા સમિતિ પહેલી રચાઈ ત્યારે કમિટીના ચેરમેન શ્રીગ્યાસુદીન અમીનદીન હતા. શાળા શ્રી માધવલાલ શંભુલાલ શેઠના મકાનમાં બેસતી હતી. આ શાળાના ઉત્કર્ષમાં– શિક્ષણ સંસ્થાઓના ઉત્કર્ષમાં જેટલે ફાળે શિક્ષણ શાસ્ત્રીઓને હેય છે, એટલે જ બલ્ક વધુ ઉત્સાહ શિક્ષણ પ્રેમીઓને હોય છે. તેથી જ આવી સંસ્થાઓને વિકાસ આપણે જોઈએ છીએ. શરૂઆતમાં આચાર્ય શ્રી છગનલાલ ચુનીલાલ મહેતા. જેમણે ૨૩ વરસ આચાર્ય રહી સંસ્થાના વિકાસમાં ઘણે અગત્યને ભાગ ભજવ્યું હતું. તે બાદ શ્રીમાન હરિલાલ દાદરદાસ ગાંધીએ શાળાના વિકાસમાં ઘણો જ ભાગ લીધો હતે.
સ્વ. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ કેવળભાઈ, સ્વ. રા. બ. વલ્લભરામ છોટાલાલ ત્રિવેદી, સ્વ. શેઠ માધવલાલ શંભુલાલ ત્રિવેદી, સ્વ. ચુનીલાલ વિટ્ઠલદાસ દેસાઈ, સ્વમાણેકલાલ હરિલાલ વકીલ, સ્વ. મગનલાલ જયચંદદાસ શાહ, શેઠ કીકાભાઈ મહમદઅલી બેટી, સ્વ. શેઠ કેશવલાલ વિલદાસ દેસાઈ, સ્વ. શેઠ રા. સા. બળવતંરાય હરગોવિંદદાસ ભટ્ટ, સ્વ. શેઠ ચતુરભાઈ અંબાલાલ ત્રિવેદી, શ્રીમાન અંનતરાય છગનલાલ ત્રિવેદી, માનદ મેજિસ્ટ્રેટ શ્રીમાન સૈમાભાઈ પુનમચંદ દેશી વકીલ, શ્રીમાન પ્રમોદરાય ચંદુલાલ પરીખ (સીવીલ જજ), શ્રી ડે. રમણલાલ વાડીલાલ શાહ, શ્રીકાંતીલાલ ચુનીલાલ દેસાઈ વકીલ (હીરક મહત્સવ વિશેષાંકમાંથી)
આ હીરક મહોત્સવ તથા આ સંસ્થાના પ્રિય આચાર્ય સ્વ. શ્રીહરીલાલ દામોદરદાસ ગાંધીના તૈલચિત્રની વિધિ તા. ૨૮–૨–૫૪ના રોજ મુંબઈ રાજ્યના ઉપશિક્ષણ પ્રધાન શ્રીઈન્દુમતીબહેન ચીમનલાલ સેઠ બી. એ.ના શુભ હસ્તે થયેલ. આ ઉત્સવને સફળ બનાવનાર શાળા સમિતિના ચેરમેન શ્રી ચીમનલાલ ગેરધનદાસ શાહ વકીલના ફળ રૂપે તેમના સાથીદારે અને નાગરિકેના સહકારથી સારી રીતે થયેલ છે.