________________
૯૮
કડવણજની ગૌરવગાથા
આ શેઠની ખડકીમાં એક કૂવે છે અને તે કૂવા પર માતાજીની પ્રતિમા છે. જૂના સમયથી શેઠના મકાનમાં નાનકડું ઘરદેરાસર નામે ઓળખાતું દેરાસર હતું જ્યાં ભગવાન મલ્લીનાથજી વિરાજતા હતા. અત્યારે તે દેરાસર બીજે પધરાવી દીધુ છે.
શ્રી ચિંતામણિદાદાજીની ખડકી (વાઘવાળી ખડકી) :
આ અક્કીની શરૂઆતની જમણા હાથની ખડકીમાં શ્રી ચિંતામણીદાદાનું દેરાસર છે. પ્રથમ દેરાસરના દરવાજા પાસે જ બેલા વાઘનું પૂરા કદનું પૂતળું હતું જેથી તેને બધા વાઘવાળી ખડકી પણ કહેતા. દેરાસર નવું થયા પછી પણ વાઘનું પૂતળું ઉપર દેખાય તેવું કર્યું છે. આ રથળે પ્રથમ મુસ્લિમોને વસવાટ હોય તેમ લાગે છે. આ દેરાસર પણ નવેસરથી તૈયાર કરવામાં આવ્યું ત્યારે ખોદકામ કરતાં હાડકાં નીકળેલાં તેને જના રહેવાસીઓને ખ્યાલ આવે છે. આ સ્થળે સારા જૈન બંધુઓની વસ્તી છે. ૫. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજને જન્મ આ પિળમાં થયેલ છે.
માળીવાડેઃ શ્યામ સૈયદના ચકલાથી જમણી બાજુ કચેરી તરફ જતાં જમણી બાજુને આ વિભાગ છે. હાલમાં માળી કોમનાં કેટલાંક ઘર છે તેઓ પિતાની લેની વાડીઓનાં સુગંધીદાર ફૂલેથી પોતાના ગ્રાહકેને સંતેશે છે. હિંદુ જૈનમંદિરે તથા મુસ્લિમ દરગાહ કલોથી સુવારિત રહે છે. દરેક કેમના સુઅવસરે ફૂલ અને માળી વિના ચાલે જ નહિ. કેટલાક અત્યારે બીજા ધંધાઓમાં પરોવાયા પણ છે.
ડાબી બાજુનું નિરીક્ષણ અંતીસરિયા દરવાજાથી શ્યામ સૈયદના ચકલા સુધી
કેટની રગે રગે જતાં (સરહદે જતાં) વહોરવાડામાં જવાની એક નાનકડી બારી છે. હવે તે કેટ તૂટી ગયે છે એટલે વહોરવાડનાં મકાનની પાછળ ભાગ નજરે ચડે છે.
પટેલવાડા :
જમણી બાજુના ઠાકોરવાસની બરાબર સામે વિશાળ રસ્તો દેખાય છે. તે માર્ગે પટેલવાડાનું પ્રવેશદ્વાર છે. મેટા રસ્તા દ્વારા જતાં જમણી બાજુ કરબની મસ્જિદ છે. તેની પાસે શેઠ મીઠાલાલ ગુલાબચંદની પાંજરાપોળને પાછળને વિશાળ ભાગ છે. ડાબી બાજુ શેઠ મણિભાઈનું મેટું ડહેલું મેડાબંધી છે. તેમાં એક કૂવે છે. અને આ મકાનમાં પ્રથમ કુમારશાળા બેસતી. હાલમાં કન્યાશાળા બેસે છે. આગળ જતાં દરવાજાના નાકે કડવા પટેલની ધર્મશાળા છે. આ પિળમાં કપડવણજના જૂના મુખી કુટુંબને વસવાટ છે. ત્યાં કૂવા પાસે રત્નાગિરી માતાની ડેરી છે. આ વિભાગ કડવા પાટીદારની વસ્તીવાળે છે. પિળને બીજે દરવાજે શ્રીસ્વામિનારાયણ મંદિરની પાસે છે. એ પટેલવાડાને નિકાલ છે. તેની સામે જ મઢ બ્રાહ્મણની ધર્મશાળા છે કે જે લાંબી શેરીમાં આવેલ છે.