________________
૨૨૮
કપડવણજની ગૌરવગાથા કરેલ છે. સંવત ૧૬૪૬ ચૈત્ર સુદ ૯ ના દિવસે શ્રીગેકુલનાથજી પ્રભુ ગોકલથી ગુજરાતમાં દ્વારીકા જવા પધાર્યા.
સંવત ૧૯૧૧ના પોષ વદ ૪ ના રોજ શ્રીગોકુલથી પૂજ્યપાદશ્રી મહારાજ કપડવણજ પધારેવા, ત્યારે મંદિરમાં શ્રીવ્રજદુહે ઠાકોરજી અને સ્વામીજી સાથે પધરાવેલા. વિષ્ણુએ પ્રેમથી દબદબાભર્યો હાથી પર વરઘોડો કાઢી સેવા કરેલી. આ હાથીને આ ગામમાં દેહ વિલય થવાથી તેના પર ચઢવાની નીસરણી આજે પણ મંદિરમાં વિદ્યમાન છે.
શ્રીગોકુલનાથજીના મંદિરમાં શ્રીવૃજદુહે પ્રભુને રીઝવવા થતા મને તથા સમય સમય પર થતા કીર્તનેથી આ આપણું વતન વૈષ્ણવ સમાજમાં “અપર ગેકુલના નામે ઓળખાય છે.
વહોરા બીરાદરના વરઘોડામાં ઈ. સ. ૧૯૩૨માં શ્રી શેઠ જાબીરભાઈ અને તેમના ભાઈઓના થયેલાં લગ્ન વખતે આ ગામમાં ભવ્ય માંડવા રોઠવેલા.
કેનકેવ અને કનકસ ગ્લાસને જેવા એક મહિના સુધી શહેરની તથા ગામડાની પ્રજા ટોળે મળતી, એક માસ સુધી કહાપુરની મશક બેન્ડનું સંગીત સાંભળવા મળતું. બહેરા કેમના વડા નામદાર સૈયદના ડે. તાહેર રસૈફુદીન પધારેલ.. - રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શ્રીહરિભાઈ દેસાઈના આગ્રથી કપડવણજ પધાર્યા તે સમયનું સરઘસ પણ યાદ રહે તેવું હતુ.
આપણા વતનના ધાર્મિક વરઘોડા અને મુસ્લિમ બિરાદરના ઉરસના પણ વરઘોડા જેવા જેવા હોય છે.
જ્યારે કપડવણજના આંગણે બે અલીભાઈએ મહંમદઅલી તથા શૌકતઅલી પધાર્યા ત્યારે પણ માનવ મહેરામણ ઉમટેલાં. - રાષ્ટ્રપિતા ગાંધીજીના પુતળાની સ્વ. લાલબહાદુર શાસ્ત્રીએ ઉદ્દઘાટન વિધિ કરી ત્યારને પ્રસંગ યાદ રહે તે હતો.
જ્યારે ભારતના ઉદ્યોગપતિઓમાં જેની ખ્યાતિ છે, તેવા કપડવણજના દાનવીર ઉદ્યોગપતિઓ એ શ્રીભાવનગરના દિવાન શ્રીપ્રભાશંકર પટ્ટણી સાહેબને સમાનેલા, તે દિવસ તથા રાષ્ટ્રપિતાની જન્મ દિવસની ઉજવણીના દિવસે તથા નગરપાલિકાની શતાબ્દી મહત્સવના દિવસે અને દેશની એ ચીર મરણિય દિવસ છે.
કપડવણજ આવા મહોત્સવ ઘણુ જ શાનદાર રીતે ઉજવે છે, અને ભવિષ્યની પ્રજા આવા શાનદાર મહોત્સવની ઉજવણીઓ આ ધન્ય ભૂમિ પર ઉજવાતી નીરખવા ભાગ્યશાળી બનશે,