________________
કપડવણજની ગૌરવગાથા
રહેતી. અહીં એક નાનકડો રસ્તે છે. જ્યાંથી ભલવાડા તથા કચ્છમાં જઈ શકાય. આ - સ્થળે પહેલેથી ઠાકર (ખત્રી) કેમની વસ્તી છે.
લીલવાડા (ઠકેરવાસ)ઃ આ સ્થળે પગી તથા પ્રવેશતાં ડાંક ઘર પ્રજાપતિ ભાઈઓનાં છે. આ વિભાગની પાછળના ભાગે કઆમાં જવાને રસ્તો છે, જ્યાં સૈયદ કુટુંબનાં મકાને છે.
કઓ : સિપાઈવાડામાં પ્રવેશતાં હિન્દુ વસ્તીની શરૂઆત બાદ મુસલમાનોને વસવાટ છે. આ સ્થળે સૈયદ તથા મલેક કુટુંબ જેવાં પ્રતિષ્ઠિત કુટુંબને વસવાટ છે. કચ્છને અડીને જે કિલ્લે છે તે હાલ તૂટી ગયેલ અવસ્થાએ પહોંચી ગયેલ છે. કિલ્લાની બહાર પણ થોડીક વસ્તી છે. કેટને અડીને જે ભાઈઓ છે તેમાં બીજી મુસ્લિમ વસ્તી છે.
ગિરધર તેલીની ખડકીઃ આ નાનકડી ખડકીની સામે પડવણજની પ્રાચીન મૂર્તિઓમાંની એક શ્રીખેરવાડિયા હનુમાનજીનું નવું બનાવેલ નાનકડું દહેરું છે. આ ખડકીમાં શ્રી ગિરધરતેલી રહેતા. હાલમાં આ ખડકીમાં કપડવણજ કેળવણી મંડળના કાર્યકર્તા અને સારા વકીલ શ્રી રતિલાલ શંકરલાલ દેશી વગેરે રહે છે.
ઘની બાકીઃ આ એક નાનકડી ખડકી છે. સૌ પહેલાં આ સ્થળે પ્રજાપતિનાં મકાને હતાં, તે બાદ પેઢીઓ સુધી જૈનાચાર્યના આશીર્વાદ સાથે આયુર્વેદની ઉપાસના કરનાર વૈદ્ય કુટુંબનાં ઘરે છે. આજે પણ આ કુટુંબનાં ઘરે છે. પહેલાં આ ખડકી જાણીતા કુટુંબના વડા નામે એટલે દેલત વૈદ્યની ખડકી લખાતી. હાલ તે વૈદ્યની ખડકી કહેવાય છે. ગામના પ્રતિષ્ઠિત તબિબેમાંના એક શ્રી રતિલાલ હરિલાલ વૈદ્ય આ સ્થળે રહે છે. સાથે જ આ ખડકીમાં જગદંબાની અખંડ જ્યોત ચાલે છે, જે શ્રી જમનાદાસ છોટાલાલ બ્રહ્મક્ષત્રીના બારમૈયાના મકાનમાં ચાલુ જ છે. સમયની બલિહારી–આ સ્થળે જ પહેલાં મુસ્લિમ સદ્દગૃહસ્થ શ્રી બકુરભાઈ શેખનું મકાન હતું. જેન તથા હિન્દુ વસ્તી સાથે વસવાટ હાઈ જાણે અહિંસક (શાકાહારી) હોય તેવું જીવન જીવતા, કેઈને પણ બિનશાકાહારી હોય તેવું લાગે જ નહિ - રેયા ગાંધીની ખડકીઃ આ પળ સાધારણ મેટી છે. ડાંક ઘર બાદ કરતાં બધાં જ ઘર જેનાં અને તે પણ ગાંધી હંસરાજભાઈના સુપુત્ર રહિયાભાઈગાંધીના વારસદારોનાં છે. રહિયા ગાંધીનું અપભ્રંશ નામ રૈયા ગાંધી થયેલ છે. આ ખડકીમાં પ્રવેશતાં જ ડાબા હાથે કૂવે છે. કેટલાક પહેલાં આ ખડકીને વંડાની ખડકી અને કૂવાને વંડાને કૂવે કહેતા. આ કૂવા પર ગોખમાં કુશળ કલ્યાણી માતાની પ્રતિમા છે. આ કૂવાનું પાણી સહેજ ખારુ હવાથી નહાવાવામાં વપરાતું. નળ આવતાં પહેલાં આ કૂવાને ઘણું જ ઉપયોગ થતે -