________________
કપડવણજની ગૌરવગાથા
બહાર શોભતું મોટું પથ્થરનું મકાન જ્યાંથી ચેકીપહેરા શરૂ થતા હતા. શેઠના મકાનનું એક બારણું લાબી શેરીમાં પડે છે. આ પિળમાં ભવ્ય દેરાસર અષ્ટાપદજીને પશ્ચાત્ ભાગ પડે છે. અને તે જ સ્થળે કપડવણજની પ્રાચીન મૂર્તિઓમાંની શ્રીહર્ષદમાતાજીનું દેવળ છે. આ મૂર્તિ ચમત્કારિક છે. ખડકીમાં એક કૂવે છે. | દલાલવાડેઃ આ પિળમાં દાખલ થતાં બહારથી જમણી તરફ એક નાનકડો રસ્તો છે. જે કાપડિયા બજારમાં જવા માટેને છે. અને તે પરબડી પાસેના પથિકાશ્રમ પાસે નીકળે છે. આ પિળમાં ત્રણ દેરાસરે અને ત્રણ ઉપાય છે. આ પિળ એટલે મીઠાભાઈ શેઠની ખડકી, લલ્લુ જીવણદાસની ખડકી ને જોયતા પંજિયાની ખડકી પછી કૂવા આગળ થઈને દલાલવાડામાં જવાય છે.
દેરાસર : ૧. શ્રી અજીતનાથજી, ૨. શ્રી આદીનાથજી, ૩. શ્રી વાસુપૂજ્ય.
ઉપાશ્રયો ઃ ૧. પ્રવેશતાં સામે કૂવા પાસે શ્રી શેઠ મીઠાભાઈ ગુલાબચંદ, ૨. શેઠ વ્રજલાલ હરીભાઈ, ૩. લીઢિપે સાળને ઉપાશ્રય. - આ ઉપરાંત આ પિળમાં બે કૂવા છે. પૂર્વે દલાલેની વસ્તી હશે તેથી દલાલવાડે કહેવાયેલે. વર્તમાનમાં તે મેટે ભાગે જૈને જ છે. આ પિળમાંથી બે રસ્તે થઈને જવાય છે. એક દરવાજો બહેનના ઉપાશ્રય પાસેને ક્ષેત્રિયવાડાની છે. અને બીજે રતે નાનકડી શેરીને વાટે મોદિયાની ખડકીમાંના દરવાજે નીકળાય છે. જે દરવાજે કાચા શેઠની ખડકી સામે છે.
લાંબી શેરી : સૃષ્ટિમાં એક સામાન્ય નિયમ છે કે માનવી લંબાઈમાં હોય તે પાતળે ન હોય. પણ જે આ લાંબા માણસને શણગારવામાં આવે તે સુશોભિત જરૂર દેખાય ? કંસારાવાડાના (હળી ચકલાથી) દક્ષિણે શરૂ થતી સંકડી લાંબી શેરીમાં પ્રથમ જમણા હાથે ભારતીય સંસ્કૃતિની યાદ આપતું ધાર્મિક સ્થળ, ઉત્તમ કારીગરી અને કલાના વારસારૂપ નગરશેઠના કુટુંબની અમર નામના કરનાર શ્રી અમૃતબેન શેઠાણીની ધર્મ ભાવનાની પવિત્ર યાદગીરીરૂપ શ્રી અષ્ટાપદજીનું ભવ્ય દેરાસર ઊભું છે. તે જેટલું સુંદર છે તેટલું જ દર્શન માટે પ્રવેશનાર ભાવિકને શાંતિ આપનાર છે.
આગળ ચાલતાં નગરશેઠ કુટુંબના શેઠ શ્રી શામળભાઈ નથુભાઈને મકાનનું પૂર્વ તરફનું પ્રવેશદ્વાર સાથે પ્રાચીન ઈતિહાસનાં સ્મરણે યાદ કરાવનાર શ્રીહરસિદ્ધ માતાની ભવ્ય પ્રતિમાનાં દર્શન કરી પાવન થવા આ પ્રવેશદ્વારેથી પણ (શેઠ કુટુંબની મરજીથી). જવાય છે.
આ શેઠના મકાનની સામે જૂના સમયથી ગામમાં પ્રસિદ્ધ પામેલ, જૈન શ્રેષ્ઠીઓમાંના રાન્ય કુટુંબ સાથે સંબંધિત એવા મહેતા કુટુંબની મહેલાત તે સમયની જાહોજલાલીની યાદ આપે છે,