________________
૧૨૬
કપડવણજની ગૌરવ ગાથા
આ શાળામાં ઈ. સ. ૧૯૩૭થી બહેનોને પણ દાખલ કરવામાં આવેલ. આજે ઘણું સારી સંખ્યામાં બહેને ભણે છે. આ શાળામાં કેટલીક વિશિષ્ટ પ્રવૃત્તિઓ પણ દરેક સંસ્થાઓની માફક છે.
- શ્રી કેવળદાસ હરજીવનદાસ ચન્દ્રક, શ્રી ડાહ્યાભાઈ ભાઈલાલભાઈ દેસાઈ ચન્દ્રક, વાષક ઈનામે, વકતૃત્વ હરીફાઈએ. રમતગમત, મેગેઝીન, ક્રિકેટ, વેલીબેલ, સમાજસેવા, વિદ્યાર્થીમંડળ વગેરે.
- આ શાળાના (અમારી વિદ્યાર્થી અવસ્થામાં) વિદ્યાર્થીઓ ક્રિકેટના મેદાનમાં કાયમ રમતા. જુનીઅર કલબ હાઈસ્કૂલના ચેગાનમાં અને સિનિયર કલબ સ્ટેશન જતાં ચાર રસ્તા પાસેના મેદાન ઉપર રમતા. (હાલ આ સ્થળે મ્યુ. ગાંધી ઉદ્યાન શેભે છે.)
સમય આગળ વધતાં શાળામાં વિદ્યાર્થીઓ વધતાં વધુ ઓરડા બાંધવાની જરૂર પડતાં શેઠ શ્રીમણલાલ પીતાંબરદાસ પરીખ તરફથી મટી રકમનું દાન મળતાં બીજા વધારાના ઓરડા રંગભુવન વગેરે બંધાયાં.
કપડવણજના વિકાસમાં દાનેશ્વરીએ છુટા હાથે લક્ષમીને ઉપયોગ કર્યો છે, કરે છે. તેટલું જ નહિ પણ આપણું વતનને નિઃસ્વાર્થે, ભાવનાશીલ અને વિનમ્ર શ્રેણીઓ અને સેવકે
સાંપડયા છે.
આ શાળામાં આચાર્યગણ માટે-(વિદ્યાર્થી અને શિક્ષક) કપડવણજમાં બાલકવિના ઉપનામથી જાણીતા શ્રીવિષ્ણુપ્રસાદ મગનલાલ પંડયાનું કાવ્ય આપણને આચાર્યની યાદ અપાવે છે.
- અંજલિ રૂડી રીતે સીતેર શરદો વિતાવી, અને કાનું અજ્ઞાન હેતે હઠાવી ! અલૌકિક જ્યોતિ ઉરે તે જગાવી, ઘડ્યું બાલકે બાલિકાઓનું ભાવિ ..૧ છે અનેરી અમારી તું છે જ્ઞાનવાડી, મલ્યા “બૂચ” “ગાંધી સમા ભવ્ય આવી પુરંધર અત્યંકર શાહે ભાળી, દેસાઈ “જોશીએ કીધી રસાળી ....૨ છે મીઠી છત્રછાયા તળે હારી રે તે, હું બત્રીસ વર્ષોથી આનંદ લેતે ! ભયે સાત વર્ષો સુધી જ્ઞાન લીધું છે તે પચ્ચીસ બીજા લીધું જ્ઞાન દીધું ૩ છે