________________
ગૌરવ–સાતમું આરેાગ્ય વિભાગ
કપડવણજમાં કેટલાક સમયથી જનતાને વૈદ્યકીય રાહંત મળતી તેના કોઇપણ ચેલ સમયની યાદી મળતી નથી, પણ છેલ્લા ખસો વર્ષોના સમયમાં લખાયેલ આયુર્વેદના હસ્ત લિખિત ગ્રંથા પરથી એ જાણવા મળે છે, કે ૨૦૦ વર્ષો પહેલા પણ જનતાને વૈદ્યકીય સહાય મળતી. તેમજ જનતાની સુખાકારી પણ ઘણી સારી હતી. આ આયુર્વેદના વંશપર પરાથી ચાલી આવતા વારસાને ટકાવી રાખનાર કુટુ એ આજે હયાત છે. જેમાં વૈદ્ય કુટુંબ જે જૈનાચાર્યાંના જ આશીર્વાદથી તેમની જ સાનિધ્યમાં રહીને, આયુર્વેદ તેમ જ સાથે સાથે જયાતિષનુ જ્ઞાન પણ મેળવતા. આ કુટુ ખ સૈકા પહેલેથી પરપ્રાંતઃ સ્મરણીય પૂજય આ. વિજયસિદ્ધિસૂરિજી મહારાજશ્રીના શિષ્યમુનીરાજવિજયજી મહારાજ સાહેબના આશીર્વાદના પૂણ્ય પ્રકાશ છે. પૂજય શ્રીલક્ષ્મીવિજયજી મહારાજ સાહેબના આશીર્વાદથી તથા પૂજય મહારાજ સાહેબના સાનિધ્યમાં હતા. છેલ્લા સૈકામાં પ્રાતઃ સ્મરણીય પૂજય યતિશ્રીરાજવિજયજી મહારાજ સાહેબના આશીર્વાદ પણ હતા. આ જૈદ્ય કુટુંબોના વસવાટ કંસારવાડાના ચકલે જૈન સમાજ વચ્ચે છે. કસારવાડાના ચકલે ખેરવાડીઆ હનુમાનના મંદિર જતાં પાસે જ વૈદ્યની ખડકી હાલ મેાજુદ છે. આ વૈદ્ય કુટુંબો વર્ષોથી પડોશના આંબલિયારા, રમેાસ, માંડવા, ડાભા વગેરે રાજયાના રાજવૈદ્યો તરીકે કામ કરતા. એ સર્વે રજવાડા તરફથી તેમને વર્ષાસન તથા જમીના પણ મળેલ. કપડવણજમાં આ કુટુઓને તે સમયની જાહેાજલાલીવાળા નગરશેઠના કુટુંબ તરફથી વર્ષાસન તથા મલેક કુટુંબે તરફથી બક્ષીસ જમીના મળેલ. તેજ આ (લેખકનું' કુંટુબ) કુટુંબમાં હસ્ત લિખિત ગ્રંથ સંવત ૧૮૪૪ના વર્ષે વૈશાખ સુદ ૧૧ શુક્રવારે કૃતિકા નક્ષત્રમાં તથા સંવત ૧૮૫૪ વૈશાખ વજ્ર ૧૩ રવિવારના છે. કુટુંબના વડવા શ્રીશંકરદાસ ભૂખણુદાસ તથા જીવણુદાસ