________________
૧૮૪
કપડવણજની ગૌરવ ગાથા
૩૬. સંવત ૧૮૫૦ માં શેઠ મીઠાભાઈ ગુલાબચંદે શ્રી ચિંતામણીજી દાદાને પ્રાસાદ નાનું હતું તે લાકડાની કારીગીરીવાળે મેટે બનાવ્યો. અને તેમને (મી.ગુ.ને ) શ્રીમલ્લિનાથ ભગવાનને ગભારે બનાવ્યો.
૩૭. સંવત ૧૮૬પ મહા સુદ ૩ ને રવિવારે દયાવિજ્યજીના અભ્યાસના માટે અને આત્મ કલ્યાણ માટે પં. રિખવચંદજિએ આંતરસુબામાં શ્રી વાસુપુજ્ય સ્વામિના મંદિરમાં શ્રી સિદ્ધચલજિને પટ ચિત્ર સહિત કરાવ્યો અને સંવત ૧૮૭૮ ના માગસર સુદ પાંચમે તેમને કપડવણજમાં શ્રી ચિંતામણીજી દાદાના મંદિરે સંપૂર્ણ કર્યો. (ચિત્રકાર જયંતિલાલ ઝવેરીની હસ્ત પિથીના આધારે)
૩૮. સંવત ૧૮૯૯ અસો સુદ ૧૫ ના છવિચાર પ્રકરણ દેશી ઝવેરલાલે લખાવ્યું.
૩૯. સંવત ૧૯૦૩ શાકે ૧૭૬૮ પર્વતમાને માધ મહિનામાં કપડવણજના રહેવાસી નીમા શા કાલિદાસ જીવણદાસની ભાર્યા જતનવહુ સુત છેટાલાલે પિતાના કલ્યાણ માટે શ્રીઅનંતનાથ બિંબ ભરાવ્યું અને xxxxxx શ્રી શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. (ડઈ મુનિસુવ્રતસ્વામીજીના દહેરામાં આ પ્રતિમા છે.
૪૦. પં. હર્ષભૂષણ ગણિએ કપડવણજમાં અંચલમતદલન પ્રકરણ રચ્યું.
૪૧. સતરમી સદીમાં શાંતિકુશણ ગણિએ ગોડી પાર્શ્વનાથના સ્તવનમાં બારમી ગાથામાં કપડવણજને ઉલ્લેખ કર્યો છે.
૪૨. વીશાલરાજા ગણિના શિષ્ય કીર્તિરાજે તીર્થમાલા રચી છે, તેની તેતેરમી ગાથામાં કપડવણજ ઉલ્લેખ કર્યો છે.
૪૩. દીપવિજયજી મહારાજે આંતસ્બામાં શ્રીશંત્રુજયમહાત્મય લખવાનું શરૂ કર્યું અને શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિરે તે પુર્ણ કર્યું.
૪૪. તીર્થમાળાઓ આદિમાં પાર્શ્વનાથ ભગવાનના નામે ગણાવતાં કપડવણજના પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ કર્યો છે.
૪૫. સંવત ૧૯૧૫ માં શ્રી શત્રુંજય ગિરિરાજ પર બાલાભાઈની ટૂંકમાં શેઠ મીઠાભાઈ ગુલાબચંદના નામે તેમની પુત્રવધુઓએ શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રાસાદ બંધાવ્યો છે.
૪૬. દાદાની ટૂંકની બહાર શર્થભિયા મંદિરની પાછળ શેઠાણી માણેકબાઈએ દહેરાસર બંધાવ્યું.