________________
૧૬૬
કપડવણજની ગૌરવ ગાથા
વગેરે વગેરે સંવતે એ કપડવણજમાં જેનેની સાબિતી મલે છે. તે લેખે વગેરે આ જ પ્રકરણના અંતે આપવામાં આવશે. એટલે કે કપડવણજના વસવાટની સાથે જૈનેને પણ વસવાટ હતું એમ સાબિત થાય છે. કર્પટવાણિજ્ય, કપડવણજ અને કપડવંજ ત્રણેય પર્યાય વાચક શબ્દ છે.
કપડવણજમાં જૈનેનાં મનહર સ્થાને | દેવસ્થાને –શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિર, શ્રી અજીતનાથજી મંદિર, શ્રીઅટાપદજીમંદિર, શ્રીશાન્તિનાથજી મંદિર, શ્રી આદિનાથજી (મદીયાનું મંદિર, શ્રી આદિનાથજી (માણેકશેઠાણીનું) મંદિર, શ્રીવાસુપુજ્યસ્વામીમંદિર, શ્રીનાથજીમંદિર, શ્રીમહાવીરસ્વામીજી મંદિર. આ મંદિરે આજે પણ વિદ્યામાન છે. નજીકના સમયમાં જેસીંગભાઈ શેઠનું ગ્રહમંદિર હતું, પણ તેનું વિસર્જન થયું છે. મંદિરનું વર્ણન આગળ કરવામાં આવશે.
ઉપાશ્રયે :- શ્રીપંચને ઉપાશ્રય, માણેકશેઠાણીને ઉપાશ્રય; શ્રીમીઠાભાઈ ગુલાલચંદને સંવેગી ઉપાશ્રય, લહુડીશાળ ઉપાશ્રય, શેઠ વૃજલાલ હરીભાઈ શ્રાવિકા ઉપાશ્રય આની પૂર્વના પ્રકરણમાં કેટલીક વાતે આવી છે અને કેટલીક વાતે હવે પછી જણાવીશું.
ધર્મશાળાઓ - અંતિસરીયા દરવાજા બહાર માણેક શેઠાણીની ધર્મશાળા, ઢાકવાડીમાં માણેક શેઠાણીની ધર્મશાળા, સરખલીયા દરવાજા બહાર મીઠાભાઈ ગુલાલચંદની ધર્મશાળા. અનાથાશ્રમ, અતિથિગ્રુહ
આયંબીલ ખાતુ વગેરે - શ્રીવર્ધમાનતપ આયંબીલ ખાતુ, ઉદ્યોગગૃહ, ભોજનશાળા.
જ્ઞાનની પરબ – શેઠ મીઠાભાઈ ગુલાલચંદ જ્ઞાનભંડાર, પંચના ઉપાશ્રયને જ્ઞાનભંડાર, શ્રી અષ્ટાપદજીને જ્ઞાનભંડાર ( હાલમાં તે અભયદેવસુરી જ્ઞાનભંડારમાં સોંપી દેવામાં આવે છે ), શ્રીઅભયદેવસૂરીશ્વરજી જ્ઞાનભંડાર, અનાથશ્રમમાં શ્રીવાડીલાલ મનસુખલાલ લાયબ્રેરી, મેનાબેન પુસ્તકાલય, શેઠ મણિભાઈ શામળાભાઈ જૈન પાઠશાળા, શ્રીઅભયદેવસૂરીશ્વરજી જ્ઞાનમંદિર. આમાંના કેટલાક વિષે પૂર્વે વર્ણન આવી ગયાં છે.
પાંજરાપણ પરબડી – શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ખાંડાઢોર પાંજરાપોળ, શેઠ મીઠાભાઈ ગુલાલચંદ પરબડી એમ બે છે.
શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું દહેરાસર : ( જુઓ ચિત્ર નં. ૭૬ ) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમાજી ખૂબ પ્રાચીન સમયમાં માલમ પડે છે. (જુઓ