________________
૧૫૪
કપડવણજની ગૌરવ ગાથા
ઉપક્રમે) ડો. રમણીકલાલ દોશી સાહેબના માર્ગદર્શન પૂર્વક આ ચાલતું હતું. આ સ્થળે ગુજરાતના જાણીતા સર્જન ડોકટર સૌભાગ્યચંદ્ર બી. શાહ, ડો. રતીલાલ ઝવેરી (જેમનું કેમી હુલ્લડમાં અમદાવાદ ખૂન થયેલ.), ડો. દીવાનજી (દંતવિભાગ). ગામમાં શરુઆતમાં સ્ત્રી ચિકિત્સકની સગવડ આ દવાખાનાએ પૂરી પાડેલ. શ્રીલીલાબેન બી. લેમન નામના (યહુદીબેન) કપ્રિય, માયાળુ હતા. આથી પ્રજાને સારો લાભ મળે.
વૈદ્યકીય અભ્યાસ કરતી વખતથી જ જેણે વતનને વૈદ્યકીય સેવા આપવાની તમન્ના અને ભાવના બતાવેલ, જિંદગીભર આ હોસ્પિટલ દ્વારા પિતાની સેવાઓ આપનાર, પ્રેમાળ, સહૃદયી ડો. રમણલાલ વાડીલાલ શાહ, તેઓ કપડવણજની કોઈ પણ સામાજિક વૈદ્યકીય પ્રવૃત્તિમાં સંકળાયેલા હેય જ. તેવા આ રમણલાલ ડેકટર જેમને કપડવણજ કદી ભૂલશે નહીં. (૧૮-૮-૪૧ થી) | પિતાના નવા મકાનમાં આ હોસ્પિટલ અદ્યતન સાધને સાથે શરુ થયેલ છે. જેમાં દરદીઓને રાખવાની સગવડ પણ છે. ડે. શ્રી રમણલાલ વાડીલાલ શાહ આ દવાખાનાના પ્રેરણારુપ હતા. આ હોસ્પિટલમાં તેમનું તૈલી ચિત્ર મૂકવામાં આવેલ છે.
શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ મેમોરિયલ બિડીંગ -
ભાવનાશીલ સેવાભાવી ડોકટરને જન્મ અને મરણ તારીખ એક જ છે. જન્મ તા. ૨–૧૦–૧૯૦૮ છે. જયારે તારીખઃ ૨–૧૦–૧૯૬૩ના રોજ દેરાસરમાં પ્રભુદર્શન કરી પાછા ફર્યા અને હૃદયરેગને હમલે થતાં જ મૃત્યુ પામ્યા. સંસ્થાએ સ્વ. ડે. રમણલાલ વાડીલાલ શાહનું તૈલચિત્ર મૂકી તેમની સેવાઓની કદર કરેલ છે. તે દવાખાનામાં પ્રવેશતાં સામે મુકેલ છે.
આદ્ય સ્થાપક શ્રી. ચીમનલાલ ડાહયાભાઈ પરીખ - જન્મ વિ.સં. ૧૯૫૭ સ્વર્ગવાસ વિ.સં. ૨૦૦૮. શ્રી જયંતીલાલ શંકરલાલ પાદશાહ જન્મ તા. ૧૮-૯-૧૧ સ્વર્ગવાસ ૩૦–૧૨–૧૯૪૦. જેમના સ્મરણાર્થે આ હોસ્પિટલ. તેમની પ્રતિમા શ્રી કેશવલાલ સેમાભાઈ શાહ તરફથી મુકવામાં આવી છે. * “માનવીનાં સગુણેનું સ્મરણ માનવીના મરણ પછી બળવાન બને છે.” પ્રવેશતાં જ
સ્વ. સોમાભાઈ જમનાદાસ તથા અમૃતબાવા સ્મરણાર્થે તેમના કુટુંબીઓ તરફથી આઉટડેર તથા ઓપરેશન થિયેટર છે.
શ્રી જીનવાળાના કુટુંબ તરફથી સારી એવી સખાવત આમાં અપાઈ છે. આ હોસ્પિટલમાં (૧) પુરુષ જનરલ ર્ડ તથા (૨) સ્ત્રી જનરલ ર્ડ તથા સ્પેશીયલ રૂમ્સ પણ દાતાઓ તરફથી બનેલ છે.