________________
ગૌરવ એથે—ધાર્મિક સ્થળે
શ્રી મહાદેવજીને જીર્ણોદ્ધાર ૨૦૦૭ ની સાલમાં થયેલું છે. સંવત ૧૯૩-૯૪ ઈ.સ. ૧૯૩૭ લગભગમાં મંદિરના પૂર્વ તેમજ ઉત્તર ભાગની હદ રેકાયેલ છે. (૧) ઉત્તર ભાગે શહેરના ભાવિકેએ પોતાના સ્વજનના મથે ઓરડીએ બંધાવી શ્રીભગવાન વૈજનાથના ચરણે ભેટ કરેલ છે. ઓરડીઓના ભાડાં ધાર્મિક કાર્યમાં વપરાય છે.
આ ધર્મશાળાનું ક્ષેત્રફળ આશરે ૨૦૬૨૮/૨૦૬૦૦ ચોરસફુટ છે. જેમાં ૧૧૫૨/ ૧૧૫૦ ચોરસફુટના આશરે દેવળ છે. દેવળની સામે પાસે જ એક પીપળાનું ચોતરા ઉપર ઝાડ છે. આ ચોતરાપર શ્રીવાયુપુત્ર બજરંગની પ્રતિમા છે. દેવળની દક્ષિણ તરફની મેડાબંધી ઓરડી તથા નીચે બાંધેલ આશન છે. ત્યાં આવનાર સાધુ સંન્યાસીઓ મુકામ કરે છે અને આ સ્થળે ધાર્મિક પ્રવચન કરે છે.
દેવળના પગથિયાં ચઢતાં પરથાળ પર નંદી તથા ઉત્તર દક્ષિણે બે નાનકડી દેરીઓ બાંધેલ છે. જેમાં ઉત્તર તરફની દેરીમાં દક્ષિણમુખે શ્રીવાયુપુત્રની પ્રતિમા છે, અને દક્ષિણ તરફની દેરીમાં ઉત્તરમુખે શ્રીગણેશજીની પ્રતિમા છે.
અદુઅર જ્ઞાતિ કપડવણજમાં બહુ ઓછી વસ્તી ધરાવતી જ્ઞાતિ છે. તે કપડવણજમાં વિશાનીમાં (જૈન) જ્ઞાતિના પુરોહિત ગણાય છે. તેઓ શ્રેત્રીય છે. તેમના રહેઠાણના સ્થળને શ્રેત્રીયવાડો (ગામનું ઉંચામાં ઉંચું સ્થળ) કહે છે. આ કુટુંબના યુવાને સરકારી નોકરીમાં ઉંચા હોદ્દા પર છે. દરવાજામાં પેસતાં શરૂઆતના ભાગને વહીવટ જૈન કેમના હાથમાં છે. જ્યારે બાકીને ભાગ મંદિર તેમજ દુકાને (કે જે ભાડે આપવામાં આવી છે, તેને વહીવટ મોઢ બ્રાહ્મણ કેમ કરે છે. કુલ્લે ૧૨ દુકાને છે.
એરડી વગેરે બંધાવનારનાં નામ સંવત ૧૯૯૪ની સાલમાં આ શિવાલય તથા ધર્મશાળાના નીભાવાર્થે નીચે મુજબના ભાવિકે એ દુકાને બંધાવી છે.
૧. ત્રિવેદી કેશવલાલ સેમેશ્વર ૨. ત્રિવેદી મંગળદાસ ચુનીલાલ ૩. વૈદ્ય પ્રાણલાલ દેલતરામ ૪. ત્રિવેદી કેદરલાલ કેશવલાલ ૫. ત્રિવેદી દલસુખરામ ચુનીલાલ ૬. ત્રિવેદી હરિવલ્લભ દેલતરામ ૭. શેઠ અંબાલાલ છોટાલાલ ૮. શેઠ અંબાલાલ જયચંદદાસ ૯ પટેલ સાંકળચંદ દેસાઈભાઈ ૧૦. ત્રિવેદી ગોરધન બાપુજી ૧૧. ત્રિવેદી ઝવેરલાલ સુરજરામ ૧૨. સેની અમૃતલાલ વલ્લભભાઈ
શ્રીલિબજા માતા: એક પ્રાચીન મહાશકિત છે. જેને ઉલ્લેખ દ્વવાશ્રયમાં છે, આ દેવ રક્ષણ કરનારા મનાય છે, કેટલાક આ લિંબામાતાને પિતાની કુળદેવી માને છે.