________________
ગૌરવ પાંચમું ધર્યશાળાઓ, ઉપાશ્રય વગેરે
પાંજરાપોળ આપણે આપણા સમાજ કે મનુષ્ય માટે પ્રયત્ન કરીએ છીએ, પણ મુંગા પ્રાણીઓના રક્ષણ માટે કેટલાક ધર્મવીર દાનેશ્વરીએ પિતાને દાનને પ્રવાહ ચાલુ રાખેલ છે. આપણા ગામમાં શેઠ શ્રીમીઠાભાઈ ગુલાલચંદે, અંતિસરીયા દરવાજે જતાં કઆના સામે કઆની મજીદની પાસે એક મેટી પાંજરાપોળ મોટા ક્ષેત્રફળથી બંધાવેલી હાલમાં છે. તે મેટી ક્ષેત્રફળવાળી જમીન પર છે. પરંતુ સમય જતાં તેને ગામની બાજુમાં વિશાળ ભાગમાં સ. ૨૦૧૧ માં નવી બાંધવામાં આવી. આજના કુશાગ્ર બુદ્ધિવાળા વહીવટદારો તથા ગામના દાનેશ્વરીમાંના સ્વ. શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ તથા સ્વ. વાડીલાલ ઝવેરભાઈના પ્રયાસોથી શ્રીબેનજીબુ પ્રસુતિગૃહની પ્રાસેની વિશાભ જમીન ખરીદી. વળી શ્રી ચીમનભાઈએ મફતના ભાવે લેખંડ આપી નવેસરથી આ પાંજરાપોળને ઊભી કરાવી. તેને વહીવટ વર્તમાનમાં જયંતિલાલ વાડીલાલ પરીખ વિગેરે ટ્રસ્ટીઓ કરે છે. (જુઓ ચિત્ર નં. ૪૭)
ખેડાં ઢોરની પાંજરાપોળ કેટલી જરૂરી છે, તે કદાચ આજના યુગનાં કેટલાંકને માલુમ નહીં હોય, પણ આ દેશ જે ખેતી પ્રાધાન્ય છે. અહિંસા પરમ ધર્મવાળો દેશ છે. જેને સદા પશુપાલનની જરૂર છે. તે દેશને વૃદ્ધ અને અપંગ હેરેને, ઘરડાં માબાપને સાચવવાની પવિત્ર ફરજ જેટલી જ આ પણ એક પવિત્ર માનવતા ભરી ફરજ છે. આવી આ શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ખાંડા હેર પાંજરા પિળ છે.
ધર્મળ એ – આપણુ ગામમાં ધર્મશાળાઓ છે. તથા અતિથિ યતીમખાનાં છે, મુસાફરખાનાં કહે તે પણ છે, આમ જનતાના હિત માટેની ધર્મશાળા કહેવાય. તેવી એકાદ બે વહોરા બિરાદરેની પિતાની જેમ માટેની પણ છે. જૈન કેમે પણ પોતાની અલગ વ્યવસ્થા કરેલ છે. અન્ય કેમોએ પણ પિતાની ધર્મશાળા કહેવાય તેવી વાડીઓ બાંધેલ છે. જેનો ઉપયોગ કેઈક વખત તેમની જ્ઞાતિના સારા મીઠા પ્રસંગે ભેજન આદિ વિધિ માટે થાય છે.'
શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળા –(જુ ચિત્ર નં. ૪૮) કપડવણજના પૂર્વ દરવાજે (અંતિસરીયા દરવાજા બહાર) ડાબી બાજુ કશનપુરા જવાના રસ્તા પર એક મેટી ધર્મશાળા :- નગર શેઠ કુટુંબના શ્રી લલ્લુભાઈ મેતીચંદ શેઠનાં વિધવા પત્ની શ્રીમાણેકબાઈ શેઠાણી. જે બાઈ ઘણું જ કુશાગ્ર બુદ્ધિનાં ધર્મિષ્ટ શેઠાણી હતા. તેમણે પિતાની તમામ મિલકત જૈન ધર્મ તથા આમ જનતાના જ હિત માટે ખર્ચેલી છે, વિશાળ ક્ષેત્રફળવાળી આ ધર્મશાળામાં ડાબી બાજુ મીઠા પાણીને કુવે છે. સામે શ્રી જગદંબાનું મંદિર છે. મોટા તેનિંગ દરવાજા વાળી. મોટા ભવ્ય મેડાબંધી બંગલામાં કપડવણજની આસપાસના દરબારે, રાજવી તથા અન્ય મહંતે આ મેડાબંધી ધર્મશાળામાં ઉતરતા. તેની