________________
ગૌરવ પાંચમુ —ધ શાળાઓ, ઉપાશ્રય વગેરે
ધ શાળા પાસે આ મહાપુરૂષની ભસ્મ ગાળવામાં આવતી. અહીં તુલસી કયારો છે. સમાધી સ્થાનમાં એક સંપુર્ણ પ્રશસ્તી (લેખ) કાવ્ય છે. તે વસતલિકા છ ંદમાં છે. તેમની શેઠ શાહુકાર અને ગામમાં ચાણાક્ય જેવી બુદ્ધિ ખળે ધણી જ પ્રતિષ્ઠા હતી. ગાયકવાડીમાં મશાલ છત્રીનુ માન હતુ. વાડાશિનાર, લુણાવાડા અને સંતરામપુરના રાજ્ય સાથે તેમને સારા સંબધે હતા. ઉત્કંઠેશ્વર, માઢબ્રાહ્મણની ધર્મશાળા, રઘુનાથજીનું મંદિર, ભુધરભાઇની ધર્મશાળા અને શ્રીસ્વામીનારાયણના મંદિરની પાછળ તેમના સંપુર્ણ હાથ હતા. તેમની મીઠી યાદ રુપે ભુધરભાઇની ખડકી અને ભુધરભાઇની હવેલીના નામે ઓળખાતું માટુ મકાન તેમની કિતિની યાદ આપે છે. (જુએ ચિત્ર ન, ૫૧)
સગમ : પડોશના ખેતરમાં જૈનાચાર્યનાં એ સમાધિ સ્થાન છે.
૧૦૩
માળકો માટે : બાળકો માટે અગ્નિદાહ દેવાની જગા મહાર નદીના પુલની દક્ષિણ દિશાએ મહાદેવની દેરી છે, ત્યાં એક કૂવા જેવું છે, તે કાઠી પાસે બાળકાને દહન કરવામાં આવે છે. વરાંસી પાસે ઃ — આ નદીના નવાગામ તરફના આસપાસના હિન્દુ શબને આ સ્થળે ખાળે છે. કેટલાક ગરીબ વર્ગના લાકે શહેરના દરવાજા બહાર આવેલ તલાવાના કિનારા પાસે પણ અગ્નિદાહ દે છે.
હિન્દુ મિલન મ ંદિર : આ નામની એક સંસ્થા જે કપડવણુજના ધાર્મિક ઉત્સાહી વર્ગના હાથે ઉપસ્થિત થએલ છે. તે સંસ્થા તરફથી આ અમરધામના યાત્રીઓ માટે જરુરી તેવાં કપડું' (કફન), દોરી, લાકડું વગેરે સામાન ઓછા ખર્ચે અને ગરીબોને મફત પણ આપીને ઘણું જ ઉમદા કાર્ય કરેલ છે. જે ચાલુ છે. લાકડાં જેવા સમાન પહેલાં દરેક સગા વહાલાં પોતાની સાથે ઉંચકીને લઇ જતા, તે ખલે હવે સંગમ પાસે આ સ ંસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે.
દરગાહી
આ શહેરની આસપાસ કેટલાંક સ્થળોએ દરગાહે માલુમ પડે છે. ખાખી વશના છેલ્લા વારસદારોના સમયની પણ હશે.
સૌરા મણાવદરના બાબી વંશના નવાખ શ્રીકમાલુદ્દીન ખાનનુ અવસાન અહીં થયેલ. તેઓ શ્રીવાડાશિનારના છેલ્લા નવાખ સાહેબના અનેવી થતા હતા. તેમને બે પુત્રો પણ હતા. વાડાશિનોર નવાબ સાહેબનાં મહેન અહીં અવસાન પામેલ. તેઓ બંને જણની ખરા પણ અહી છે.
(માણાવદરમાં નવાબ સાહેબની સારવારમાં લેખકના મોટાભાઈ રાજવૈદ્ય તરીકે હતા. તેમને સારવાર કરી હતી, તેઓ લકવામાં સપડાયા હતા.)