________________
ગોરવ યૂડું –ળવણી
આ સ્થળે અંધારુ રહેતું. તેથી તે અંધારીયા વડની જગા તરીકે ઓળખાતી. હાલમાં વડ નથી.) બીજી શાળાની શાખા મટી વહોરવાડ પાસે આવેલ રાજેશ્રી ભુધરભાઈની હવેલીના નામે ઓળખાતા મકાનમાં બેસે છે.
ત્રીજી શાળા કંસારવાડાના ચકલે મહેતાની ઓફિસના નામે ઓળખાતા શ્રીગંબકલાલ મહેતાના મકાનમાં બેસતી હતી.
અંતીસરીયા દરવાજા બહાર કરશનપુરા જવાના રસ્તા પર ડાબી બાજુ પ્રા. શાળા દાનવીર શેઠ શ્રી જાબીરભાઈ મહેતાના દાનથી શરુ થયેલ છે. સુધરાઈની સ્થાપના બાદ સુધરાઈએ ઈ. સ. ૧૮૬૪માં પ્રાથમિક કેળવણીની જવાબદારી હાથ લીધી. આ વહીવટ સને ૧૯૮૨ સુધી સુધરાઈ હસ્તક રહ્યો. અને પછી ૧૯૨૩ ધી ખેડા જિલ્લા કલ બર્ડ પાસે ગયે. તે બાદ ખેડા જિલ્લા શાળા મંડળને હસ્તક વહીવટ ગયે. આજે પણ જિલ્લા શાળા મંડળ આ વહીવટ કરે છે. બીજી કેટલીક જવાબદારીઓ સુધરાઈના શીરે રહે છે.
કન્યા શાળા તથા શાખાઓ : પ્રથમ તા. ૫–૧–૧૮૭૭ બજારમાં કન્યાશાળાની શરૂઆત થઈ. કન્યાશાળા નં. ૧ શ્રી શેઠ મણીભાઈ શામળભાઈના ડહેલામાં (પટેલવાડાના નાકે જ્યાં પહેલાં કુમારશાળા બેસતી તેજ મકાનમાં) બેસે છે. જ્યાં બાળાઓને વિનંફયુલર ફાઈનલ પ્રાથમિક શાળાંત પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે.
કન્યા શાળા: (શાખા નં. ૧) કુંડવાવ સામે શ્રી મહાલક્ષમીજી માતાના બેઠા ઘાટન મંદિરની આગળ મેડા પર બેસતી હતી.
બ્રાંચ કન્યા શાળા : ૧. બંધાવનાર શેઠ શ્રીઈન્દ્રવદન હરીલાલ છગનલાલ દેસાઈ જેમને જન્મ તા. ૩-૯-૩૧ અને દેહ વિલય તા. ૨૫-૩-૪૦ માં થયે હતે. તેમાં અન્ય ઓરડા બંધાવવામાં સ્વ. શેઠ શ્રીઓચ્છવલાલ દામોદરદાસ પરીખ તથા બળદેવભાઈની યાદમાં તેમનાં પત્ની તારાબહેન બળદેવદાસ પરીખે બંધાવેલ.
શ્રીમાન કાંતીલાલ સેમેશ્વર ગજજરે તેમના પિતાશ્રી સ્વ. સેમેશ્વર જેઠાલાલની યાદમાં ઓરડે બાંધી આપવા દાન કરેલું.
પાણીની ઓરડી શ્રી ધીરજલાલ ઓચ્છવલાલ શાહ તરફથી સ્વ. રતીલાલની યાદમાં બાંધી આપેલ છે.
આ શાળાના કુલ ૭ ઓરડા છે. આ કન્યાશાળાની સ્થાપના ૧–૪–૧૯૦૪ માં થયેલ હતી. તેઓનું નવું મકાન ૧૯૫૫ માં ખુલ્લું મુકાયું.