________________
૧૦૦
કપડવંસુની ગૌરવ જાથા
બીજી બાજુ ઉત્તર તથા પૂર્વ તરફ સારા બંગલાઓ જેવા બાંધેલા રૂમે છે, નીચેના ભાગમાં સારી પ્રજાના પણ મુસાફરે ઉતરતા. આ સ્થળે યાત્રા, સંધના ઉતારા, ઉપધાન વગેરે ધાર્મિક કર્યો, તેમજ સામાજિક કાર્યો પણ થાય છે. બહારની બાજુ સામાન્ય સાધુ ફકીરે વગેરે લાંબા સમય સુધી તેનના મુકામે રાખતા હતા. અત્યારે તેના વહીવટદારે તેને આર્થિક હષ્ટિએ વિકાસ કરી રહ્યા છે. આ ધર્મશાળાની પાછળના વિશાળ ચોગાનમાં ભગવાન શ્રીએમનાથજીનું દેરાસર પણ તેમણે જ બંધાયેલ છે. આ પવિત્ર ધર્મિષ્ટ શેઠાણું જે જે સ્થળે જતાં ત્યાં જે તેમને કેઈપણ પ્રકારની તકલીફ દેખાતી તે તે તરતજ દુર કરતાં. તેમણે કેટલાક સ્થળે ધર્મશાળાઓ બંધાવેલ તેમ કહેવાય છે.
શેઠ મીઠાલાલ ગુલાલચંદની ધર્મશાળા : કપડવણજના અનેક સપુતેમાં જેમને ભુલાય તેમ નથી તેવા, કેટલાક હિંદુ-વહોરા વગેરે અનેક દાનવીરે છે. જેમાંના શેઠ (નગરશેઠ કુટુંબના) મીઠાભાઈ ગુલાલચંદ. તેમના નામની ધર્મશાળા છે. આ સમયમાં વેપાર માટે ડકેર, નડીયાદ બાજુના નાના મોટા સામાન્ય કોટિના વેપારીઓને ઉતરવાની, તથા અન્ય આ બાજુ આવનાર ગરીબો માટે એક સારી એવી ધર્મશાળાની જરૂરીયાત દેખાઈ અને તરત જ સરખલીયા દરવાજા બહાર રત્નાગિરિ માતા તરફ જવાના રસ્તા તરફના ચાર રસ્તા પર, જમણી બાજુ એ ધર્મશાળા કરાવેલી અત્યારે મોજુદ છે. મરાઠા યુગમાં કપડવણજના કિલ્લા બહાર ખાઈએ ખેદતાં શ્રી બજરંગબલિની એક મેટી ૭ ફુટની પ્રતિમા નીકળેલ, તે હનુમાનજીની મૂર્તિ આ ધર્મશાળામાં પધરાવેલી છે. ગામના મેટા ભાગના હિંદુ ભાઈ બહેને આ વદ ૧૪ના (કાળી ચૌદસના) ' જ દશનાર્થે જાય છે. આજે કેટલાક તેને હનુમાનવાળી ધર્મશાળા પણ કહે છે. આ ધર્મશાળાનું ક્ષેત્રફળ ૧૦૨૬/૧૨૯૦ ચો.ફુટ છે.
હવાડીમાં જૈન ધર્મશાળા શ્રી શાંતીનાથજીનું એક બાજુ દેરાસર અને એક બાજુના ઉપાશ્રયની અડોઅડ પંચના લાભ માટે શ્રીમાણેકબાઈ શેઠાણીએ ધર્મશાળા બાંધેલી. જે આજે જૈન સમાજના સારા એવા જમણવાર આદિ પ્રસંગે તેને ઉપયોગ કરે છે. (આ ધર્મશાળામાં પનીયા દુષ્કાળ વખતે શ્રી વાડીલાલ લીંબાભાઈ ગાંધી તરફથી ગરીબોને ખીચડી રોધીને, તેમજ કેરું અનાજ પણ આવેલ.) હાલમાં આ ધર્મશાળા નવેસર બનાવી છે જે આગળ કહેવાશે. આ ધર્મશાળામાં યુવકે દીવાળીના તહેવારમાં પાવાપુરીની રચના કરતા હતા. જનતા જેવા જતી હતી.
શ્રીખડાયતાની ધર્મશાળા : શ્રીભદ્રકાળી માતાજીના નાનકડા દેવળથી કડીયાવાડ તરફ જતાં, માળીના મકાને પાસે ડાબા હાથે સારી એવી વાડી શાહ ઓચ્છવલાલ છગનલાલ ચોકસી તથા શાહ મનસુખલાલ ચારસી તરફથી તથા અન્યોના સહકારી સાથથી