________________
કપડવણજની ગૌરવ ગાથા
કેમનું છે. અહીં એક કબીરપંથી બ્રહ્મચારીજી રહે છે. તેઓશ્રી સારા વૈદ્ય છે. તેનું ક્ષેત્રફળ ૧૧૪૩ ચેરસ ફુટ આશરે છે.
બીજું મંદિર નદી દરવાજે જતાં રસ્તા પર છે. જેનું પ્રવેશદ્વાર પૂર્વાભિમુખે છે અને પાછળ પણ દ્વાર છે. આ મેડાબંધી મંદિર છે. આ મંદિરની વ્યવસ્થા નાવી કોમના પંચના હસ્તક છે. જેનું ક્ષેત્રફળ ૧૪૮ ચોરસફુટના આશરે છે. આ મંદિરમાં નાનકડું પુજા સ્થાન બંધાવેલ છે. તેના સ્વ.મહંત રામદાસના ચેલા શ્રીચંદ્રદાસ સાહેબની પ્રતિમા છે. મહારાજશ્રીની ગાદીનું પુજન પણ થાય છે. આ મહંતશ્રીનું સમાધિસ્થાન વરસી નદી તરફ જતાં ખેતરમાં જમણી બાજુ છે.
શ્રી ચામુંડા માતા: નદી દરવાજેથી મોટા કુંભારવાડા તરફ જતાં લુહાર શેરી પાસે શ્રીમાતાજીની નાની ડેરી છે.
શ્રીવેરાઈ માતાઃ
થીસીધવા માતાજી : શ્રીસીંધવાવમાં શ્રીમાતા છે. શ્રીગંગાશંકરની ધર્મશાળાની પાછળ આ પ્રાચીન વાવ છે. તેને વહીવટ તથા પૂજનવિધિ વિગેરે થાય છે. સામે જ સુથારની ધર્મશાળાની ભીંતને અડીને નાનકડી દેરી છે. જેમાં પ્રતિમાની સ્થાપના છે. સીંધવાવમાં માતાજીના સ્થાનને પુનરોદ્ધાર શેઠ શ્રી અંબાલાલ છોટાલાલે. કરાવેલ છે.
કિલા બહાર શ્રીજનાથ મહાદેવ : અંતિસરિયા દરવાજા બહાર શ્રીમાણેકબાઈ શેઠાણની ધર્મશાળાના અગ્નિ ખૂણે, સ્ટેશન જવાના માર્ગે જમણા હાથે, શ્રીવૈજનાથ મહાદેવનું બાંધેલ કેવળ છે. પ્રવેશતાં ડાબંધી ધર્મશાળા છે. આ ધર્મશાળાને ખુલ્લે પરથળ ચારે બાજુ છે અને દેવળ વચ્ચે છે. પાછળના ભાગમાં મીઠા પાણીથી ભરપુર એતિહાસિક સીંગરવાવ છે. આ પ્રખ્યાત સીંગરવાવની પૂર્વે રાજમાર્ગ સામે કપડવણજ મ્યુ. માધ્યમિક શાળા છે. ઉત્તરે એક મોટું તળાવ છે, કે જેમાં શ્રીલીંબા માતાની દેરી છે. દક્ષિણે બાજુ ગામને નળ દ્વારા પાણી પુરૂ પાડનાર બે મેટી ટાંકીઓ છે. શહેરના ફરવા જનાર તથા ભાવિકને શ્રીવૈજનાથ મહાદેવનાં દર્શન થાય છે.
આ દેવળ અદુમ્બર જ્ઞાતિના ધર્મિષ્ઠ પુરૂષ આશારામ આણંદરા સ. ૧૯૪૫ ઈ.સ. ૧૫૮૯ માં બંધાયેલ. તેમના પિતરાઈ ભાઈ નરભેરામ પરસોત્તમદાસે મંદિરમાં પેસતાં જમણી બાજુનું બાંધકામ કરાવેલું અને ડાબી બાજુનું બાંધકામ જૈન જ્ઞાતિના ધમિક મહેતા કાળીદાસ જીવણદાસે પાછળથી કરાવેલ. આ ભાવિક ત્રિપુટીના વંશજો હયાત છે.