________________
કપડવણજની ગૌરવ ગાથા
થાય છે. જ્યાં તેમનું મસ્તક લઢતાં દગાથી દુશ્મને કાપેવું તે સ્થળ ૧ થી ૧ માઈલ દૂર છે. ત્યાં એક મીઠા જળને કૂવે છે.
ફાગવેલ - ઉ.અ. ૨૨”—૫૫ પૂર્વ રેખાંશ ૭૨–૧૨ છે. ફાગવેલ આવનાર પ્રવાસી આ પ્રતિમાના દર્શન કરી પાવન થાય છે. જે સ્થળે શહીદ થયેલા એ સ્થળે માટી લાલ દેખાય છે. જે ખાખર પર લેહીના છાંટા પડયા તે સ્થળ હજુ તે પાન પર છાંટા હોય તેવું લાગે છે. (આ લેકકથા હજૂ કહેવાય છે.)
પૂજ્ય શહીદ ભાથીખત્રી મહારાજને ઈતિહાસ (આખી કથા છપાયેલ છે. મારી પોતાની લખેલી તે ઉમેરી છે.)
આશરે દેઢસે વર્ષ પરની આ દંતકથા છે.–ફાગવેલ ગામના એક તખુભા નામના સુખી ઘરમાં જમીનદાર જેવા કિસાનના ત્યાં અકળબા નામના પતિવ્રતાની કુખે ભાથીજી અને હાથીજી નામના બે ભાઈઓ જન્મ્યા હતા. તેમના કુળ દેવી શ્રીકાળીક હતા. આ બને ભાઈઓ પિતાનું મોટુ ગૌધન લઈ જંગલમાં ચરાવવા જતા હતા. તેમને એક ખેડાજી કરીને શેવાળ પણ હતું. આ ભાઈઓ શીકારના પણ શોખીન હતા, આમલી અગીયારસને દિવસ હતું, અને તેઓ એક સુવરની પાછળ પડયા, તે સુવર આતરસુંબા તરફ ભાગેલે, ત્યાંથી આંબલીયારા તરફ ગયેલ, સુવરને શીકાર કરી પાછા ફરેલા પણ આતરસુંબામાં રહેતા સીંધીની એક દીકરીએ તેમના પર આળ મૂકેલું. (પવિત્ર પુરુષ પર શયતાનના હુમલા હોય છે જ) આ સીંધી વેરની ધૂનમાં હતું, ભાથીજીનું લગ્ન દુધાયલમાં થયેલું. ગામમાંથી જાન તૈયાર થઈને ગઈ. થડાક માણસ અને ગૌધન ચરાવનાર ખેડાજી ગોવાળ સિવાય કઈ જ ન હતું. આ સમયને લાગ લઈ આ સીંધીઓએ ગૌધન પર હુમલો કરી, ગીધન વાળી જવાની તૈયારીઓ કરી, ગોવાળ ખેડે આ ખબર કહેવા લગ્ન માંડવે પહોંચી ગયે. આ સ્થળે તે લગ્નનાં મંગળ ગીતો ગવાતાં હતા, પહેલે મંગળફેરે ફરી લી હતો. બીજે મંગળફેરે ફરવાની તૈયારી હતી, ત્યાં ગૌધન લુંટયાની, મરાયાની ખબર મળી. ક્ષત્રીય લેહી વીર ભાથીજી તરતજ વરમાળા તેડી હથિયાર લઈ ગૌધન બચાવવા તૈયાર થઈ ગયા. પિતાની માતાએ હથિયાર લઈ લીધાં. ત્યારે વીર પુરુષે ગૌધન બચાવવા અને દુશમન સીંધીઓને સંહાર કરવા ગંગેટી અને અર્ણિના તીર કામઠાં બનાવી દેડી ગયા. સીંધીઓને સામને કરી ગૌધન બચાવી પાછા ફરી રહ્યા હતા. સીંધીઓ ભાગી ગયા હતા, પણ એક સીંધી એક ઝાડ પાછળ છુપાઈ રહ્યો હતો. જેણે પાછા ફરતા વીરને શીરછેદ કર્યો. શૂરાતન પર ચઢેલા ધડના હથિયારે આ સીંધીને વધ કર્યો. હવામાંથી મસ્તક માતા કાલીકાની આણથી નીચે આવ્યું. બહેની, માતા અને સર્વેનાં હૈયાં રડી ઊઠયાં. માતાએ પતા પુત્રને આશિષ આપી. ત્યારથી તેમના સ્થાનકે વિષધરનાં ઝેર ઉતરે છે.