________________
કપડવણજની ગૌરવ ગાથા
ભારતત્રી પવિત્ર સુરમ્ય સરિતાના તટે શીવાલયની શોભા અને તે પણ સંધ્યા સમયે પૂણેન્દુ ખીલેલાં હોય અને ઝાલરના ઝણકાર, અરે આસ્તીના સુમધુર સૂરે દંભી અને ઘંટારવ સંભળાતાં આર્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે.
આ પવિત્ર ભૂમિ પર કાશ્યપગંગા (વેત્રવતી) તેની નાની બેન ઝાંઝરીની આંગળી પકડી આનંદથી ખેલતી નાચતી આગળ વધે છે. પૂર્ણિમાના દિવસે બન્ને બહેનના સંગમ સ્થાને નૈસર્ગિક શક્તિના દર્શન થાય છે. વાત્રક અને ઝાંઝરી એ હાલનાં નામ છે. વાત્રક અને ઝાંઝરીનાં મૂળ નામ વેત્રવતી અને ઝાન્ડવી છે. આ ભાવના વાંચ્છું વેત્રવતીએ મહામુની જાબાલીને આકર્ષી અને ઉપનિષધો લખાયાં. આ અરણ્ય અને સરિતા તટ માહામુનીનું નિવાસ સ્થાન બન્યું.
જંગલમાં મંગલ કરનાર શ્રીઉત્કંઠેશ્વર ભગવાનનું દેવળ ૧૦૮ પગથિયાંવાળું ચુનાના મેટા પરથાળ પર બાંધેલ છે. પગથિયાં ચઢતાં જમણી બાજુ એક ગેખ છે. જેમાં શ્રીજગદંબાનું સ્થાન છે. અહીં કપડવણજ તેમજ આજુબાજુના ગામલેકે પિતાના બાળકની બાધાઓ ઉત્તરાવે છે.
શ્રીઉત્કંઠેશ્વરનું પ્રવેશદ્વારા પૂર્વ દિશાનું છે. દેવળની ડાબી બાજુએ આશરે ૧૫ હાથ ઉંચે એક નાનો ગેખ છે. જેમાં શ્રીજાબાલીની પ્રતિમા છે. શ્રીમહામુની જાબાલી કાશીથી આ લીંગ લાવેલા એમ મનાય છે.
જાબાલીની ઉત્કંઠાથી સ્વયં દર્શન પ્રગટ થવાથી ઉત્કંઠેશ્વર કહેવાય છે.
પાપનિવારણાર્થે દર વ્યતિપાતના દિવસે ઘણા ભાવિકે અહીં આવી જનવિધિ કરે છે અને દર વર્ષે શ્રાવણ વદી ૧૦ થી ભાદ્રપદ સુદ ૨ સુધી અહીં ભંડારા પણ ચાલે છે.
દર વર્ષે મહા વદી ૧૪ મહાશિવરાત્રીને પવિત્ર દિવસ એટલે ભવ્ય મેળે. જ્યાં માનવીઓના સમૂહનું શ્રેષ્ઠ યાત્રાધામ દેખાય છે.
બાર વર્ષે જ્યારે સિંહસ્થનું વર્ષ આવે છે, ત્યારે તે બે લાખ ઉપરાંત યાત્રાળુઓને સમુદાઢ જણાય છે. ભાવિકે માને છે કે તે દિવસે કાશીથી જરાયન ધ્વજા આવીને (આકાશ માર્ગે) તે શિખર પર ચમત્કારીક રીતે ચઢે છે. (આ કથારૂપ કહેવાય છે) શ્રીઉત્કંઠેશ્વર ભગવાનની જળાધારની વચ્ચે બે હાથ ઊડે કૂવે છે. જેમાં ગાયની ખરી જે લીંગને આકાર છે.
દેવળની પડોશમાં ઘણા ભાવિક શ્રીમંતેએ એરેડીઓ બંધાવી છે. દેવળને ચોક વડોદરાના પ્રખ્યાત શેઠશ્રીલલ્લુભાઈ બાદરભાઈએ બંધાવ્યો છે અને દેવળનો જીર્ણોદ્ધાર અમદાવાદના શેઠે કરાવ્યું છે.