________________
ગૌરવ
ગું–ધાર્મિક સ્થળે
પિળના શેઠ પુરસત્તમદાસ જેઠાભાઈ આવતા, તેમના પુત્ર જમનાદાસને પુત્ર નહિ હેવાથી તે ચિંતામાં રહેતા. શ્રીપુરતમ શેઠને સ્વામીજી પ્રત્યે અડગ શ્રદ્ધા અને ભાવ હતાં. સ્વામીજી તેમની ભાવના કળી ગયેલા, તેમને સ્વમમાં દર્શન આપ્યું. શેઠ જાગ્યા કે જરૂર “ખાડાવાળાને ત્યાં ખોટ નથી.” ભગવાને જ આ સ્વામીજીને મારું દુઃખ દૂર કરવા મેકલ્યા છે. શેઠે સંકેચ દૂર કરી પિતાની ઈરછા સ્વામી શિવાનંદજી સમક્ષ રજૂ કરી. સ્વામીજીએ સમાધિ
બાદ જણાવ્યું કે તમારે ત્યાં પુત્રને જન્મ થશે. મિથુન રાશિમાં જન્મ થશે. સાત જગાએ - મહાદેવની સ્થાપના કરશે. શ્રી જમનાદાસને ત્યાં મિથુન રાશિમાં પુત્રને જન્મ થયો. તેમનું નામ કાનદાસ રાખ્યું. પ્રથમ આ વિશાળ ટેકરી પર ભગવાન કામેશ્વરની સ્થાપના કરી. જ્યાં સ્વામીજીની જગા હતી ત્યાં જ આ શિવાલયની સ્થાપના કરીને તેમણે શિવાલયને તમામ વહીવટ વગેરે પિતે સંભાળી લીધે. આજે આ કુટુંબ સુંદર રીતે વ્યવસ્થા સંભાળી રહેલ છે.
આ પવિત્ર સ્થળ પર પૂજ્યપાદ શ્રીશિવાનંદજીના બ્રહ્મલીન થયા પૂર્વે કપડવણજ તાલુકાના આત્રોલી ગામના શિવાશ્રમના સંસ્થાપક પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠસ્વામી શિવાનંદજી કે જેઓશ્રી વેદ, ઉપનિષદ, વેદાંત, પુરાણ, યોગ, આયુર્વેદ, જ્યોતિષના ઊંડા અભ્યાસી એવા મહાવિદ્વાન્ દયાસાગર સંત આ સ્થળે કામેશ્વર મહાદેવમાં રહી તપશ્ચર્યા કરેલી.
- જાબાલ આશ્રમ : ભારતની ભવ્ય તપોભૂમિ ઘણા જ વિદ્વાન સંતે, મંડળેશ્વરે અને પાદપૂજ્ય શ્રી જગદગુરૂના પવિત્ર પગલાંથી આ ધરતી પાવન બનેલ છે. આ ભૂમી મહાપુરુષની તપશ્ચર્યા ભૂમિ કે જ્યાં નૈસર્ગિક સૌન્દર્ય છે, જેવું શાંત વાતાવરણ છે તેવું રમ્ય સ્થળ પણ છે. જનારને આત્મ શાંતિ લાગે છે.
ખેરનાથ મહાદેવ : ઉત્કંઠેશ્વર મહાદેવની પશ્ચિમે બે એક ફલીંગ દૂર જંગલમાં શ્રીખેરનાથ મહાદેવનું સ્થાનક છે. આ સ્થાન ઘણું દૂર છે. આ સ્થળે વસ્તી નથી, વેત્રવતીને સામે પાર રહેવાથી વર્ષાઋતુમાં ભાવિકે વેત્રવતી પાર કરવી અને દર્શન કરવા એ દુર્લભ છે. આ સ્થળે ભૂતકાળના ઘણા યાની ભસ્મના ભંડાર છે. ખેરનાથ મહાદેવથી ૩૦૦ કુટ દૂર ભસ્મની ખાણ છે. યુગ જુની સંસ્કૃતિના યોની યાદીરૂપ આ ભસ્મ ભાવિકેને આજે પણ લલચાવે છે. આ અરણ્યમાં શ્રીમહામુનિ જાબાલિના સમયમાં તપવન હતું, તેને
ખ્યાલ આપે છે. નદી તરફના ઊંચા અને ભવ્ય ડુંગરાળ ભાગમાં આ તીર્થ છે. આ લિંગ વૃક્ષના મૂળ જેવું હોવાથી તે “મુદભવ તીર્થ કહેવાય છે. એક નાનકડી ધર્મશાળા અને ભૂતકાળનું ભંયરૂ છે.