________________
ગૌરવ શું ધાર્મિક સ્થળો
બીજે મત – શહીદનું લેહી ત્યાંથી નિકળેલા નાગદેવે પીધુ, સંતેષ થવાથી નાગ વરદાન આપે છે કે-ઠેરઠેર તમારી દેરીઓ બંધાશે અને ઝેરી સાપના પણ ઝેર ઉતરશે.
એક મત – તેમનું મસ્તક કપડવણજ કચેરીમાં લાવવામાં આવેલું અને તે મસ્તક ફાગવેલના બારેટ લાવેલા, જેથી તે બારોટ કુટુંબને આજે પણ લાગે મલે છે.
આ સત્ય કથા વીર શહીદની મીઢળબંધી પ્રતિમા ગુજરાતના ઘણા ગામડામાં જોવા મળે છે. આ પ્રતિમાના પૂજન કરનાર પુજારી ઘણું વ્રત નિયમ પાળે છે. ઝેરી જાનવરના ભોગ બનેલાઓને તેમના સ્થાનકે લાવવામાં આવે છે. ત્યારે આ પુજારી ગમે ત્યાં હોય ત્યાં તેને ખબર પડે છે, અને ત્યાંથી તે સ્થાનકે દેડી જાય છે. સાપ કરડેલા દદને લીમડાના પાનાવાળું પાણી છાંટી ઝેરની અસરથી દૂર કરી દે છે. ઘણા દર્દીઓ બચી જાય છે. - વિજ્ઞાન યુગમાં આવા સત્ય નજરે જેવાથી પ્રત્યક્ષ સાબિત થાય છે.
(ફાગવેલ ગામમાં દર્શન કરવા જનારને ત્યાં સારી સગવડ મળે છે. નાનકડી ઉંમશાળા પણ છે. તેમના ભાઈ હાથીનું બહોળુ કુટુંબ હાયાત છે. તેમના પત્ની વૈધવ્યની ત્યાગમૂર્તિ તરીકે જીવી ગયાં). આ સત્ય કથા ૧૫૦ વર્ષના અરસામાં બનેલ છે.
કેદારનાથ : શ્રીઉત્કંઠેશ્વરની ઉત્તરમાં ૩ માઈલ આશરે દૂર ભયાનક જંગલમાં શ્રીકેદારેશ્વર મહાદેવનું સ્થાન છે. આ માર્ગે બાવળના ઝાડો, જંગલ અને લપસણી જમીન છે. લેકમાતા વાત્રક નદી આ સ્થળે એક મહારાણી સમાન ગૌરવવંતી દેખાય છે. ઠીક ઊંચાઈવાળી ટેકરીની ખીણમાં વનશ્રીની કુંડમાં ભગવાન કેદારેશ્વર વીંટળાઈને બિરજ્યા છે. એક નાનકડું નાજુક ઝરણું ઉંચાણથી આવી ભગવાન કેદારેશ્વરના પાદપ્રક્ષાલન કરી ગૌમુખી મારફત વિહાર કરી છબછબીયા કરતું આગળ જાય છે.
આ શોભા જોતાં હિમાલયના દેવદાર અને અનારના વૃક્ષ સિવાય કાશમીરસમું સૌંદર્ય ધામ લાગે છે. આ સ્થળની નૈસર્ગિક શેભા બેનમૂન છે. ગુજરાતના તીર્થધામમાં કુદરતની કળા અને સૌંદર્યધામ સમા આ કેદારેશ્વરની સામે એક નાનકડી ધર્મશાળા છે. અહીં નાનકડી ઝાંઝરી ઉપર એક ધર્મશાળા અમદાવાદના શેઠ ભગુભાઈ ચંદુલાલે પુનાદરાના ઠાકોર સાહેબની મદદથી બંધાવેલ છે. કેદારેશ્વર એ દ્વાપર યુગનું સ્મરણ હોય તેમ કહેવાય છે. સન્યાસીઓ અને પરમહંસે માટે પરમ આનંદનું સ્થળ છે.
- આ પ્રકૃતિ સૌંદર્ય મનહર સ્થળે શ્રાવણ માસમાં મેળો ભરાય છે. મહાશિવરાત્રીએ પણ મેળો ભરાય છે. સાપને ડર છે. અહીં મહંત ધર્મશાળામાં રહે છે. આ સ્થળે