________________
કપડવણુજની ગૌરવ ગાથાં
પાલીસ અસમાજીક તત્ત્વાથી પ્રજાના રક્ષણ માટે આવે છે. તે ઉપરાંત ગામના ગ્રામ્ય રક્ષકદળના સભ્યા વ્યવસ્થા જાળવે છે.
૭૪
શ્રીમહાદેવજીના મંદિર બહાર જમણી બાજુ એક રમણીય તળાવ છે. જ્યાં સા મોટા પરથાળ અને પગથીયાં પત્થરનાં બંધાયેલાં છે. મન્દિરમાં ઉપયોગ કરી શકાય તેવા એક તળાવની પાળ ઉપર કુવા છે.
દેવળની સામે કેટલીક નાની દેરીઓ છે, તેમજ સમાધી સ્થાને છે.
કેશવાશ્રમ : ૧. શ્રીલક્ષમીરામ કેવળરામ શુકલ ૨. શ્રીદુર્ગાશંકર શુકલે. કેશવાશ્રમ તળાવના આશ કપડવણજના શેઠ શ ંભુલાલ ગણેશજી તરફથી ખંધાયેલ છે.
પાછા ફરતા જમણા હાથે કપડવણજના શેઠ શ્રીહરિલાલ મહાસુખરામે તેમના સ્વ. પિત્તાશ્રીન! સ્માર્થે એક પગથિયાવાળી નાની સુંદર વાવ સંવત ૧૯૮૨ ના ચૈત્ર વદી અમાસ, (ઈ. સ. ૧૨-૪-૧૯૨૬) ને સોમવારે ખુલ્લી મુકી છે.
સોમનાથ સાથેનુ મીરપુર કપડવણુજના વૈધ શ્રીજીવણુજી ત્રિવેદીના કુટુંબને ઇના~ મમાં આપવામાં આવેલ. તેના ઇતિહાસ
—
મહમદપુરા : શ્રીમાન મહાવરાવ ગાયકવાડના સમયમાં, ૧૮૫૯ માં કપડવણુજના સુપ્રસિદ્ધ બ્રહ્મભટ્ટ કુટુંબના ગુલાબસિંહ કાકુજીની ધીરધારની પેઢી હતી. મરાઠી યુગમાં તેમની જાહેાજલાલી હતી, જેથી તેઓશ્રી ગાયકવાડ સરકારને, શ્રી લુણાવાડા મહારાજાને તથા વાડાશિનોરના નવાબને મુશ્કેલીના સમયમાં આર્થિક મદદ આપતા.
આનંદરાવ ગાયકવાડે તેને સહકારના બદલામાં સગમ નદીના પુલ પાસે આવેલ મહંમદપુરા ગામ ઈનામમાં આપેલ. તથા વફાદાર વ્યક્તિ તરીકે મશાલની પ્રતિષ્ઠા આપેલ.
સંવત ૧૮૩૪ ઇ.સ ૧૭૭૮ માં શ્રીમાન કાકુજી, લુણાવાડાના મહારાજ દિપસિંગ માટે માનનીય અને વફાદાર વ્યક્તિ હાઇ, તેમને વખતપર (પાનાપર તથા જીનુ મુવાડુ) એમ એ ગામ ઇનામમાં આપેલાં. (લુણાવાડાની જપ્તી ઉઠાવવા મદદ કરેલી) (દીપેસિંગના સમય ઇ. સ. ૧૭૫૭ થી ૧૭૮૨)
સવંત ૧૮૫૩માં શ્રીમાન ગુલામસિંગ પરથમજીએ તથા ધેલાભાઇએ મળીને વાડાશિનાર જતાં મેાટી કાપડીની વાવ કરાવેલ.
સંવત ૧૯૬૨ ના સમયમાં એક રાજવીને શોભે તેવાં તેમના કુટુંબમાં લગ્નો થયાં હતાં. સમસ્ત કપડવણુજના નાગરિકો ભોજનમાં સામેલ હતા. લુણાવાડાના મહારાજા, વાડાશિનારના ખાખી અને આસપાસના રજવાડાના સૌ સભ્ય કુટુ એ ભાગ લીધેલ.