________________
ગોરવ થધાર્મિક સ્થળો
થયાં, ભુવાએ ધુણ્યા, નાચ્યા, શ્રીફળ હોમાયાં, છતાં કાળની ખંજરી વાગ્યા કરી, ભીષણતા વધી, તે બે માસ ચાલી.
શ્રીરત્નાકર માતાજીને પરમભકત કાંકડી ગામને બ્રાહ્મણ શહેરમાં આવ્યા અને રેગ નિવારણને માર્ગ સુચવે, ગામ લોકો ભેગા થઈ શ્રીમાતાજીના સ્થાને ઉજાણીએ જાય અને ગામના મુખી માતાજીને પાયે લાગી સવામણ તાંબાની નેબત કરાવે અને જરીયાને નિશાન તેમજ વસ્ત્ર ધરાવે તે ચાર દિવસમાં રેગ શાંત થાય.
બ્રહ્મવાક્ય માથે ચઢાવી પ્રજાએ માર્ગ સ્વીકાર્યો અને શાંતી થઈ ત્યારથી આ જંગલના દેવી મંગળકારણ મા તરીકે મનાયાં. આજે ઘણુજ ભાવિકે ત્યાં જાય છે. તેમાં ખાસ ભક્તકુટુંબ શેઠ શ્રી મગનલાલ નરસીંહદાસ શાહનું છે. તેમના સ્વર્ગવાસ પછી તેમના સુપુત્રો ખાસ સગવડે હવને વગેરે ક્રિયાઓ કરાવે છે.
દેવળની સામે એક મોટો ચેક છે કે જેમાં હવનાદિ ક્રિયાઓ ભાદ્રપદ સુ. ૧૨ સે થાય છે, અહીં મેટે મેળો ભરાય છે, ત્યારે ભવાઈ પણ થાય છે. હાલ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર તરફથી ગાડીઓની સારી વ્યવસ્થા કરવામાં આવે છે.) દેવળની સામે સભ્ય કુટુંબ રહી શકે તેવી સુખ સગવડવાળી સાધન સહિતની ધર્મશાળા શેઠ મગનલાલ નરસીંહદાસ તરફથી બંધાવી છે. આ ધર્મશાળા મેડાબંધી છે. સાથે બીજી ચાર મેડાબંધી માલીકીની ઓરડીઓ છે. તેમજ પશ્ચિમ મુખે પણ સામા ભાગમાં પાકી બાંધેલી ઓરડીઓ છે.
માતાજીની દક્ષિણ તેમજ ઉતરે ચોતરા છે. ચેહરા પર શ્રી બજરંગની નાનકડી દહેરી છે અને લગભગ પાછળ તુલસી ક્યારે છે. જે જાનકીદાસ નામના મહંતનું સમાધિ સ્થાન છે. જેને ઘેરા ૭,૫૫૦ ફુટ છે, પાસે એક કબુતરખાનું છે.
આ દેવળમાં આરસની ગોઠવણી છે. પ્રતિમા પાસે બે ગણીઓની પ્રતિમાઓ છે. તે સ્વયંભુ છે. લોકકથા માને છે કે, “આ પ્રતિમાને પૂર્ણ ડુંગરમાંથી બહાર કાઢવા ખોદતાં પ્રતિમા નીચે ઉતરતી ગઈ, જેથી ખોદવાનું બંધ કરેલું, જેથી ફકત અત્યારે માતાજીનું મુખારવિંદ બહાર રહેલ છે. માતાજીની આસપાસનાં મરઘા કેઈ ચોરી ગયેલ, પણ કેટલા કને વાઘનું સ્વરૂપ જેવું દેખાતાં મુરઘાં પાછા મુકી ગયેલા (આ ટેકરી પર વરખડીયાનાં ઝાડ વધારે પ્રમાણમાં છે.) મેળા વખતે લોકોને જમવા માટે આમંત્રણ હોય છે. ધરમસ પડે છે. જેને જમવું હોય તે જમી શકે છે.”