________________
કપડવણજની ગૌરવ ગાથા
દિશાએ કપડવણજ મ્યુ. હાઈસ્કૂલ, પશ્ચિમે વૈજનાથ મહાદેવ, દક્ષિણ દિશાએ ટાંકી, અને ઉત્તર દિશાએ તલાવ આવેલ છે. ૨૩૧ ચો. વા. ક્ષેત્રફળમાં આ વાવ આવેલું છે. ઉત્તર દિશાએથી બે ટેડા બધેલ છે. તેમાં પગથિયાં ઉતરવાં પડે છે. સારી રીતે માળ જેવી બાંધણ છે. ઉતરતાં ડાબી બાજુ એક ગોખમાં સપ્તમાતૃકાની પ્રતિમા છે. (જુઓ ચિત્ર નં. ૩૭) બીજી તરફ ગણેશની પ્રતિમા છે. (જુઓ ચિત્ર નં ૩૮) ઘણા લેકે નવરાત્રિના ગરબા પણ અહીં મુકે છે. પુરાતન સ્થાપત્ય તરીકે તેનું રક્ષણ થવું જોઈએ ને તે થાય છે.
સીંગરવાવમાં સપ્તમાકઃ સપ્તમાતૃકાઓના આવા પાટે ગુજરાતમાં દરેક ખુણેથી મળી આવ્યા છે. “આ પ્રકારના પાટે મેટાભાગે વના કે કુંડના ગવાક્ષેમાંથી અને કવચિત પુરાણા મંદિરમાંથી મળી આવે છે. ક્યાંય ક્યાંય તલાવના એવારા ઉપરના ઘાટની દિવાલેએ સપ્તમાતૃકાની મુર્તિઓ કેતરાએલ જોવા મળે છે. બ્રાહ્મણ, વાણીયા, લુહાણ, ભાટીયા, બ્રહ્મક્ષત્રીય, પંચાલ વગેરે તેમના કેટલાક કુળે સપ્તમાતૃકાને પિતાની કુળદેવી માને છે.
છે. હરિભાઈ ગૌદાન)
રાણીવાવઃ શહેરના પુર્વ દરવાજે અંતિસરિયા દરવાજાની ઉત્તર દિશાએ શરૂં થતાં હરિજનવાસમાં બહાર જે એક સાબાને કુવે છે, તે રીતે અંદરની બાજુ સોલંકી યુગની સિદ્ધરાજ મહારાજે જયારે કુંડવાવ, બત્રીસકોઠાની વાવ તૈયાર કરી ત્યારે તે જ પત્થરે અને તે જ સ્થાપત્યને ગૌરવ આપનાર રાણીની વાવ બંધાવી. (જુઓ ચિત્ર નં ૩૯) હાલમાં આ જુના સ્થાપત્ય પ્રત્યે દુલક્ષ અપાયું છે. તે જુના સ્થાપત્ય તરીકે જ સચવાવી જોઈએ. આ વાવના પાણીથી રેશમી કપડાં ધોવાતાં હતાં.
| સિંધવાવ શહેરમાં સુથારવાડાની તરફ જતાં નાના બાટવાડાની પાડોશમાં ડાબે હાથે એક પુરાણી વાવ છે. તેમાં શ્રી સિદ્ધિશ્વરી માતાજીની આંગી છે માતાજીના નામથી આ વાવને બધા સિદ્ધવાવને બદલે સીંધવાવ કહે છે.
શહેરની આસપાસમાં કેટલી અર્વાચીન વાવે છે. બીડની વાવ સૈયદની વાવ
કાપડીની વાવઃ સંવત ૧૮૫૩ માં શ્રી માન ગુલાબસીગ પરથમજીએ તથા ઘેલાભાઈએ મળીને બાલાશીનેર જતાં મોટી કાપડીની વાવ કરાયેલી.
વહેરી વાવ સરખલીયા દરવાજા બહાર સોમનાથ જતાં હતી. (હાલ તે પુરાઈ ગઈ છે) જે હાલ ટાઉન હેલની પાછળ પરીખ આઈસ ફેકટરીની આગળ છે.