________________
કપડવણજની ગૌરવ ગાથા
તમામ પ્રતિમાઓ પિતાના મકાનમાં લઈ ગયેલા. તેને વહીવટ હાલમાં રાધેકૃષ્ણ અંબાશંકર ત્રિવેદીના કુટુંબના કરે છે. જ્યારે ગામમાં અનાવૃષ્ટિ જે પ્રસંગ લાગે છે, ત્યારે હિન્દુજનતા પ્રણાલિકા પ્રમાણે મહાદેવજીને અકળાવવા શ્રીનીલક ડેશ્વર ભૂગર્ભમાં હવાથી આ સ્થાનને પસંદ કરે છે.
પાટપૂજ્ય શ્રીશાદાપીઠના જગદગુરૂએ શેડો વખત મુકામ કરી, આ સ્થળ પાવન કરેલ છે. આ સ્થળે ધાર્મિક પ્રવચને કરવામાં આવેલાં.
એક મતઃ જ્યારે આ સ્થળ જંગલ હતું ત્યારે કેટલીક વખત કપડવણજનાં ઢોર ચરવા આવતાં. આ સ્થળે મહાદેવ છે. તે કેઈની જાણમાં ન હતું. એક વણિકની ગાય દુધની ધારા કરતી અને તે વણિકને ત્યાં દુધ આપતી ન હતી. આ કારણ ખેળવા વણિક અને ગેવાળે તપાસ આદરી. તપાસતાં નિયત પ્રમાણે આ સ્થળે દુધની ધારા કરતાં નજરે નિહાળી. આ સ્થળમાં કંઈક ચમત્કાર છે એમ સમજી બન્ને જણે મળીને ખોદાણ કર્યું, શ્રીલિંગ હાથ આવ્યું. આ લિંગની સ્થાજનો વણિકે કરી. (આવી લેકકથા ગુજરાતમાં ઘણે સ્થળે હોય છે.)
બીજે મત : જ્યારે ગુર્જરેશ્વરે ખાવાનું ખેદકામ કરાવ્યું જે સ્થળે કુંડવાવ છે તે ખડે) ત્યારે આ લિંગ, શ્રી નારણદેવ, શ્રી મહાલક્ષમી તથા શ્રીગુપતેશ્વરની પ્રતિમાઓ હાથ લાગેલ. આ મતને મોટો ભાગ મહત્વ આપે છે.
શ્રીનારાયણદેવ : કુંડવાવના ઈતિહાસ સાથે સંબંધ ધરાવતી શ્રીવિષ્ણુ ભગવાનની પ્રતિમા, તે શ્રીનારાયણહેવની પ્રતિમા
કપડવણજના વતની અને હાલ મંદિરના નામે જેના નામની ખડકી છે, તે શ્રીરસીકલાલ દેસાઈ જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા હતા. લક્ષ્મી હોવા છતાં તેને સઉપયોગ કરનાર કે પિંડ મૂકનાર પુત્ર નહીં હોવાથી, શ્રીવિષ્ણુ ભગવાનની દરેક પ્રાર્થના કરતા, પુત્ર પ્રાપ્તિ થઈ. તેમણે આ મંદિર બંધાવવાની શરૂઆત કરી. આ સમયમાં ભરૂચના શ્રીમતિ લલુભાઈને પણ વિષ્ણુ ભગવાનની ઉપાસનાના ફળરૂપે પુત્ર પ્રાપ્તિ થઈ હતી. તેમણે પણું આ દેવળ બંધાવવામાં મદદ કરેલી. દેસાઈ કુટુંબે આ સમયે રાજ્ય સાથે સંકળાયેલાં હતાં. આ દેવળની ભવ્યતાનું કારણ રાજ્યાશ્રય છે. શ્રીમલ્હાવરાવ ગાયકવાડનાં દીકરી ગજરાબાના લગ્ન સમયમાં રસીકલાલ દેસાઈ તથા અન્ય દેસાઈ કુટુંબના સભ્યોએ સારે સહકાર આપેલ, તેથી શ્રીનારાયણદેવના મંદિરના બાંધકામમાં શ્રીમહાવરાવ ગાયકવાડે પણ મદદ કરેલી. તથા પૂજન વિગેરે વિધિ માટે રૂા. ૫૦ પચાસ વર્ષાસનરૂપે શ્રીજોશી