________________
કપડવણજની ગૌરવ ગાથા -
બીન ફરીદ અને મલીક મુસુદ સર્વે એકત્ર કપડવણજમાં બહાદુરશાહને મળેલા. બહાદુરશાહને આ અમીર સરદારને સાથ મળતાં કપડવણજમાં રહી ભરૂચને કિલ્લે બાંધવાની આજ્ઞા આપી ને ડુંગરપુરના રાજાનું નજરાણું મેળવી ડુંગરપુર ગયા. અહીં તેમના શૈતાન અમીર સરદારે એ કપડવણજની આસપાસ ગામડાં તૂટયાં.
કપડવણજના જાગીરદાર હઝરત સૈયદ (મુબારક સાહેબ)ને તેણી જાણ થતાં, તેમણે મુબારક શાહના ધર્મગુરૂ મૌલા સહદ્દીનને બોલાવી વાતચીત કરી અને તે જ વખતે મીરાતે સિકંદરીના લેખકના પિતા મિંયા મંજુર સાથે એક પત્ર મુબારક શાહ પર રવાના કર્યો. એક પણ લેહીનું ટીપું રેડ્યા વિના સંધી થઈ.
હઝરત સૈયદ મુબારક બુખારી (૨. હ) સાહેબ ઘણાજ ઉમદા સ્વભાવના પવિત્ર પુરૂષ હતા. રણવીર પણ હતા. યુદ્ધના મેદાનમાં પણ નમાઝ પઢવાનું ભૂલતા નહીં. મીયાં મંજુર આ સમયના ઘણા જ કીર્તિવાન પ્રભાવશાળી વ્યક્તિ હતા.
હઝરત સૈયદે સંધી કરી, તેથી અંદર અંદર પદવીની તકરારે પડતાં, વડોદરા જતાં સરદારમાં બે ભાગ પડી ગયા. હઝરત સૈયર અને ઈતમદખાન એક થઈ આગળ વધતાં કાવાબાજ નાસીર-ઉલ-મુકે હઝરત પર ઘસારે કર્યો. આ અણચીંતવ્યા છાપામાં ૩૦૦૦ માણસેના લશ્કરને ઉપયોગ થયો. હઝરત સાહેબના પ્યારા દેતેં અને સગાં માર્યા ગયાં. આ યુદ્ધમાં ઈતમાદખાન પોતાના મિત્ર હોવા છતાં મદદ ન કરી, તેથી પિતાનું નાનકડું ૨૦૦૦નું લશ્કર લઈ ખાનપુર મારફતે વાંકાનેરના નાળામાં થઈ મહેર નદી વટાવી પિતાના નિવાસસ્થાનમાં ભરાઈ ગયા. નાસીર-ઉલ-મુકે હવે તમાદખાનને રંજાડડ્યો. ઈતમાદખાન પણ ભાગીને ઉદાર દિલના સૈયદ સાહેબના આશરે કપડવણજમાં ભરાયો.
નાસીર-ઉલ-મુલ્ક બીજા ઉમરોના સહકારથી અમદાવાદ આવી સુલતાન અહમદ બીજાની મદદ લીધી. હઝરત સૈયદને ખબર પડી કે નાસીર-ઉલ-મુલ્ક બીજું ૬૦૦૦ નું લશ્કર લઈ કપડવણજ આવે છે.
હઝરત સાહેબે પ્રથમ તેમના આશરે રહેલ ઈતમાદખાનને પૂછ્યું કે આપણે અશક્ત છીએ તે દિલ્હીના બાદશાહ આદીલશાહની મદદ માગીશું? ઇતમાદખાને હા કહી. સૈયદ સાહેબ પિતાના મહેલમાં ગયા અને તેમના પુત્ર મીરાનની પતિવતા સ્ત્રી બીબી આલમખાનુન કે જે રાજકીય બાબતની નિષ્યાત હતી તેને પૂછવા વિચાર કર્યો. આલમખાનુન ઘરખૂણે ભરાનાર બીકણ સ્ત્રી ન હતી. પતિવ્રતા, રાજનીતિજ્ઞ, સાધવી, શત્રના દીલ કંપાવનાર, વિરાંગના મુત્સદ્દી હતી. હઝરત સૈયદ સાહેબ પણ ઉમદા વીર અને સ્ત્રી શક્તિને પિછાણનાર ભવ્ય પુરુષ હતા.