________________
ગૌરવ ત્રીજું
જળાશયો
મહોર :- મહવર કે મહેર નદી કે જેના તટપર આપણું વતન વસેલું છે. મહેરને કેટલાક પત્થરવાળી નદી કહે છે, પણ ખરેખર મહારના પૂલવાળાજ ઉવારામાં, પુલની શરૂઆતથી ૫૦૦ ફુટ જેટલામાં જ પત્થર છે. શરૂઆતમાં અને પછી બધા ભાગના કાંઠાનું તળ માટીવાળું છે. કપડવણજની પશ્ચિમ દિશાએ ઉતર દક્ષિણ આ પટ વહે છે. આ નદી જના મહી કાંઠા એજન્સીની હદમાંથી ધાદના ડુંગરમાંથી નીકળે છે, તેના બે પ્રવાહ છે. એક પશ્ચિમ સાઠે બડે ભાઈ અને ભૂતિયા પાસે કભેટાના લાટ આગળ થઈને કપડવણજ તરફ આવે છે. આ ફાટે ધામણી નદીના નામે ઓળખાય છે. ડિમાઈ ધામણના તટ પર છે) અને બીજે ફાટે દક્ષિણે ઘઉંઆ વગેરે ગામ તરફ ફરીને કપડવણજ ભેગે થયેલ છે. કપડવણજથી કઠલાલ તરફ થઈ આગળ જતાં શેઢીને મળે છે. કપડવણજના ઉતર દક્ષિણ પ્રવાહમાં ઘણું જ તાંબાના બચ્ચા જેવા પત્થરે પથરાયેલા પડયા છે. પથ્થરમાં નાચની કૂદતી આ મહેર કપડવણજની દક્ષિણે મહંમદપુરા પાસે આવેલા ઈટવાડા પાસે વરસીના આવતા જળને પ્રેમથી ભેટે છે, સંગમ થાય છે. કપડવણજની પ્રાચિનતાના નાનકડા પુરાવા આ સ્થળેથી શેધતાં મળેલાં છે.
(રમણલાલ એન.મહેતા)