________________
ગૌરવ બીજું–વાણિજય
૧
પ્રાચીન ઘેરી ર્માગ (૧) ઉત્તર હિંદમાંથી ભલસા-ગોધરા કપડવણજ થઈ ખંભાત બંદર તરફ જતા હતા. (૨) માળવાના મુખ્ય પ્રદેશમાંથી કિશનગઢ-સંતરામપુર લુણાવાડા-કપડવણજ-ડઈ થઈ
ભૃગુકચ્છ (ભરૂચ) બંદર તરફ જતા હતા. (૩) માળવા તરફતી સંતરામપુર લુણાવાડા કપડવણજ થઈ ખેડાના માર્ગે ખંભાત તરફ જતા
હતા. (૪) ઉત્તર ગુજરાતમાંથી–મહેસાણા વિજાપુર દેહગામ કપડવણજ થઈ સંતરામપુર–ઝાલેદ
દાહોદના રસ્તે માળવા પ્રદેશમાં જતા હતા. (૫) મારવાડમાંથી શ્રીમાળ ભિન્નમાળ-રાણવાણા–ડીસા પાલનપુર-વિજાપુર-હિંમતનગર
શામળાજી થઈને ખંભાત કે ભરૂચ બંદર તરફને ઘોરીમાર્ગ કપાવણના પાદરમાં
થઈને જતે. પ્રાદેશિક માર્ગો
આ સિવાય કેટલાક પ્રાદેશિક માર્ગો પણ કપડવણજના પાદરમાં થઈને જતા હતા. (૧) અહમદાવાદ-નડીયાદ કે મહેમદાવાદથી કપડવણ જ થઈ લસુંદરાથી ચીખલેડ
રામપુરા થઈ ગોધરા-દાહોદ તરફ અસંખ્ય વણઝારાની પેઠે જાત જાતને માલ
ભરીને જતી. (૨) વાડાસિનોર વિજાપુર સેવાલીઆ, લસુંદરાનો માલ કપડવણજ થઈ આંતરોલી
ચરડ, બદરપુર થઈ અહમદાબાદ જતે. (૩) કપડવણજ આસપાસને કાચા માલ કપડવણજ થઈ તેરણ માર્ગે મહેમદાવાદ
ખેડા તરફ જત, અને નાના આંબલી-ભાટેરા કઠલાલ થઈને નડીયાદ જતે. સર્વે વેપારીમાર્ગોના સામાન્ય રીતે મીલનસ્થાન તરીકે કપડવણજ અગત્યનું સ્થાન હતુ. જુની વાત કહી જાય છે કે કપડવણજ સાહસિક વેપારી શ્રેષ્ઠીઓનાં થાણું બ્રહ્મદેશ, સીઆમ અને મોરીશીયસ જેવા દૂરસુદૂરના પ્રદેશમાં હતાં.
૧૪ મા સૈકામાં મળી આવતા ઉસ-સાજીખાર-ચુને મહુડાને લીધે સાબુ બનાવવામાં આવતું હતું અને આ સફેદ થવાથી સૈકાઓથી પ્રસિદ્ધિ પામેલ હતે.
થોડા સમય બાદ કાચને તૈયાર કરી તેમાંથી અન્ય બનાવટ બનાવતા. તેની પણ પ્રસિદ્ધિ મેળવેલ હતી. હજુ આ ઉદ્યોગ આભલા રૂપે વિદ્યમાન છે.