________________
ગૌરવ પહેલું ઐતિહાસિક નગર કપડવણજ અખત્યાર કરવા સૈયદ મિરાન સાહેબ પોતાના માણસ સાથે આવી પહોંચે તે પહેલાં ઈમાદ-ઉલ-મુલ્કના માણસોએ કપડવણજ કબજે કરી લીધું. - ત્યાર બાદ ઈડરના રાવ વિરમદેવે પિતાના ભાઈ રાયસિંહ અને પિશીનાના ઠાકરને મારી નાખેલા તેનું પ્રાયશ્ચિત કરવા દ્વારકા ગયેલા. તેમને પાછાં ફરતાં ફરિયાદ મળેલી કે માંડવાના મેટા લાલમિયાંને માટે દીકરે કે જેણે કપડવણજ નિવાસ કરે છે. તે એક શ્રીમંત વણિકની સૌંદર્યવાન દીકરીને ઉપાડી માંડવા લઈ ગયેલ છે. યાત્રાથી પાછા ફરેલ રાવ વિરમદેવને વણિક મહારાજને આ વાત કરી. રાવ વિરમદેવ આ વાત સાંભળી લશ્કર લઈ માંડવા ગયા અને આ શયતાન કુંવરનો નાશ કરી કન્યા બચાવી લાવ્યા અને લાલમીયાં જે આ સમયે નાસી ગયેલા તેને “કુલાં લેણું” નામની ગુણિકા ફસાવીને અમદાવાદ લાવી. તેમને પકડી ઈ. સ. ૧૫૭૦માં તેમનું માથું કાપી દિલ્હી મેકહ્યું. રાવ વિરમદેવ ત્રણ દિવસ રેકાઈ ઈડર ગયા. ..
કપડવણજની ચોકી તરીકે આ સમયમાં “લાલજી” નામને કર પ્રજા ભાસ્તી હતી. માંડવાના લાલમિયાંનું માથું દિલ્હીમાં એક ફકીર સાથે થાળીમાં મુકાવી ભીખ માગવા રવાના કરવામાં આવ્યું પણ માથાની સાથે ગયેલા કપડવણજના સરસ્વતી પુત્રો દિલ્હી ગયેલા. માથે દિલ્હીમાં ઉઘરાણું કર લે છે એ શબ્દ વાપરી સરસ્વતીની શક્તિથી માથું પાછું લાવેલા. માથું પાછું મેળવનાર બારોટને ઈનામમાં લેટિયું ગામ આપવામાં આવેલું.
કપડવણજમાં બાબીવંશની શરૂઆત. રાજકર્તા બાબીવંશ
બાબીવંશના મુળ પુરૂષ ઉમાનખાનને મેગલ સમ્રાટ હુમાયુના સમયમાં વફાદારીના બદલામાં “બાબી” ખિતાબ આપવામાં આવે. તેને સમય ઇ. સ. ૧૫૩૦ થી ૧૫૫૫ લગભગ.
કપડવંજમાં બાબીવશ:
ઈ. સ. ૧૬૫૪ પછી બાબીવંશ ગુજરાતમાં આવ્યો, ઈ. સ. ૧૬૬૯ સંવત ૧૭૨૫ ભાદ્રપદ સુદ ૨ ને બુધવારને એક દસ્તાવેજ સાબિત કરે છે કે આ સમયમાં કપડવણજના જાગીરદાર મીરાજશ્રી સાહેબ અને દીવાન મહેતા કેશવજી કરીને હતા.
અધી સદી પછીના સમયે વફાદારી અને શૌર્યના નમૂના રૂપ બાબી વંશનાં પગલાં આ ભૂમિ પર થયાં,
ઈ. સ. ૧૭૦૪-૦૫ લગભગમાં શાહજાદા મહમદ આઝમ ગુજરાતને સુબેદાર હિતે ત્યારે દિલ્હીથી ઔરંગઝેબ પાદશાહે પત્ર લખી વધુ ધ્યાન આપવા જણાવેલું કે “કપડવણજ અને બીજી જગાએ કળી લેકે ધેરી રસ્તે પ્રજાને લૂંટે છે.” આથી તેમના બંબસ્ત માટે થાણદાર તરીકે હલકા નેકરે કરતાં બાબી વંશ જેવા કૂળવાન અને બહાદુરને કપડવણજ અને આજુબાજુના ભાગની વ્યવસ્થા સંપવી.