________________
ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ
હઝરત સાહેબ-બેટા આલમખાનુન, આપણું પ્યારા વતન પર નાસીર–ઉલ-મુલ્ક ૬૦૦૦નું લશ્કર લઈને આવે છે, તે તું શું સલાહ આપે છે? .
આલમખાનુન–બાપુ, આ બાબતમાં હું શી સલાહ આપું ! હઝરત સાહેબ–તારી જ સલાહ લેવા આવ્યો છું. આલમખાનુન—આપને હકમ હોય તે ખુદા પાક મને જે વિચાર આપે છે તે જણાવવું. હઝરત સાહેબ...ભલે ! આલમખાનુન–હાલમાં આપની ઉંમર કેટલી બાપુ? હઝરત સાહેબ–૫૮ વરસની.
આલમખાનુન-આપને માલુમ હશે કે હઝરત પયગંબર સાહેબના વંશના માણસે ૬૦ થી ૭૦ વર્ષ જીવે છે, તેથી વધુ જીવતા નથી.
હઝરત સાહેબ–હા તે વાત ખરી છે,
આલમખાનુન-તે કેટલી જીંદગી માટે દિલ્હીને પાદશાહ પાસે જેઓ છે, ખબર છે ? પાદશાહ શું કહેશે? ડરીને નાસી આવ્યા ! તે કરતા તે યુદ્ધ કરે, જે મૃત્યુ હશે તે કઈ અટકાવનાર નથી. નહિ તો વિજયમાળ સાથે આનંદથી પાછા ફરશે.
હઝરત સૈયદ સાહેબે વિરાંગનાની વાણી સાંભણું લડાઈને નિશ્ચય કરી તરત જ ઇતમાદખાનને જણાવ્યું કે રથમાં શૈયા કરવી કે વિજયમાળ પહેરવી એજ અંતિમ નિર્ણય.
ઈતમદખાને આ સમયે પણ વીર પણ ભલા આ હઝરત સૈયદ સાહેબને યુદ્ધ નહીં કરવા સમજાવવા પ્રયત્ન કર્યો પણ હજરત સાહેબે તેને કપડવણજમાં રહેવા દઈ ૫૦૦ ચુનંદા સૈનિક લઈ તૈયાર થયા. જાસૂસ દ્વારા ખબર મળી કે નાસીર-ઉલ-મુલ્કનું લશ્કર મેટું છે પણ રાત્રે દારૂ પીને ચકચૂર રહે છે.
સૂર્યોદય થતાં પહેલાં જ હઝરત સાહેબ આ નિશાખોર અધર્મીના તંબુ તરફ પિતાના તીખાર કુલકુલ પર સવાર થઈ ધસી ગયા. તેના મોટા સરદાર સમશેર-ઉલ મુલ્કને ઘાયલ કરી તંબુમાં પ્રવેશ કર્યો. નાસીર-ઉલ-મુલ્કને જાણ થતાં તરત જ નાબત વગાડનારના ઘડા બેસી જીવ બચાવવા નાસી છૂટયો. તેનું લશ્કર છિન્નભિન્ન થઈ ગયું. હઝરત સૈયદ સાહેબને વિજય થયો.
ઈ.સ ૧૫૯૩માં અકબર બાદશાહે પિતાના એક આજમખાં ઉઘાઈ નામના ઉમરાવને માંડવા તથા આસપાસના વિભાગને કબજે કરવા તથા વસુલાત ઉઘરાવવા આશરે ૧૨૦૦૦-નું લશ્કર લઈને આવેલ; પહેલાં તે તે નિષ્ફળ થઈ પાછા ફરેલ, પણ ફરી ૧૫૬૬ માં આવ્યું. ક. ગ. ગા-૩