________________
ગૌરવ પહેલુ —ઐતિહાસિક નગર કપડવણજ
છે.) સુલતાન કુતુબુદ્ધિન શાહને તેના મદદગારો સેહરાબના દીકરા મલીક ઈમાઉદ્દીન મિત્રો સહિત કપડવણજમાં મળી ગયા.
૧૫
આ સમયે ચાંપાનેરના રાજા ગંગદાસ, કે જેણે બળવા કર્યા હતા, તે માળવાના સુલનાન ખીલજી શહને મળી ભેમિયે અન્ય હતે. કુત્બુદ્ધિન ખાનપુરથી વાંકાનેરતા રસ્તે થઇ આવેલ છે. તે વાડાસિનોરથી ઇટાડીના રસ્તે કપડવણજમાં કુતુબશાહને રોકવા તે તૈયાર થયા. કપડવણજના મેદાનમાં તંબુ ઠોકાયા. ત્રણ માઈલ દૂર માળવાના સુલતાને પે!તાના તંબુ ઠોકયા હતા.
યુદ્ધની કાળખંજરી વાગી. ભિષણ હત્યાકાંડ શરૂ થયા. કુતુબુદ્ધિન એ બાજુથી ઘેરાયા. કેટલાક હાથી લઈ ચ ંદેરીના હાકેમ મુઝફરખાને ડાબી બાજુથી હલ્લા કર્યો અને જમણી માજુથી ખીલજી શાહુના ભયંકર મારો શરૂ થયો. આ યુ એટલું ભયંકર હતું કે જેનુ વર્ણન લખતાં કલમ કંપી જાય. પરમેશ્વરની કૃપા અને એલીયાની દુવાએ કુતુબુદ્ધિન શાહને ધોળકાના રહીશ વીરતા અને વફાદારીના નમૂનારૂપ દરવાજીયા નામે એળખાતા મુસ્લિમ મિત્રોનો સાથ મળી ગયા અને બાદશાહની જીત થઈ, પણ રણમાર્ચે દુશ્મનાને સહારા કુતુબુદ્ધિનના જામેદાર ઘુમી રહ્યો હતો. તેને ઘેાડા તાફાને ચઢતાં જામેદાર પડી ગયે. કેદી બન્યા અને કમર પટ્ટો તેણે ગુમાવ્યા.
યુધ્ધના વિજય બાદ માળવાના સુલતાનને ઉશ્કેરી લાવનાર ચઢેરીના હાકેમ મુઝફરખાનને દેશદ્રોહી તરીકે પકડી તેની બેવફાઇ માટે તેનુ માથુ કપડવણજના પૂર્વ દરવાજે જિહરી સન ૮૫૫ સફર માસની ૧ લી તારીખે ને શુક્રવારે લટકાવવામાં આવ્યું. ઈ. સ. ૧૪૫૩. સુલતાન વિજય બાદ પાટનગર ગયા અને ઈ.સ. ૧૪૫૪માં હોઝે કુત્બ” “હાઝી કુત્બ” બંધાવ્યું. જે આજે કાંકરિયા તલાવના નામે પ્રખ્યાત છે. કપડવણજના ગીરાસદાર હઝરત સૈયદની રાજેશ્રી ખીખી મરઘાએ તેણીની બહેન સુલતાના મુગલી બીબીના પુત્ર ફતેખાન(મહમદ બેગડા)ને કપડવણજમાં રાખેલા.
ઈ. સ. ૧૪૬૦ લગભગમાં મહંમદ બેગડો (ફતેખાન) કપડવણજની આસપાસ ખીલતી ભવ્ય વનરાજીમાં શિકાર માટે આવ્યાનું કહેવાય છે. જ્યારે મહમદ બીગરો (બેગડો) કપડવણજ આરામ કરવા રહેલા ત્યારે-માંડલીકના બેવફા વીરાળ કામદાર મળેલા અને જૂનાગઢની ચઢાઈ માટે માર્ગોના ભેમિયા મનવા તૈયાર થએલા.
ઈ. સ. ૧૫૨૬ના સમયમાં કપડવણજને મહમદનગર તરીકે ઓળખતા. જ્યારે બહાદુરશાહ મહમદનગરમાં છાવણી નાખીને પડેલા, ત્યારે ઈમાદ-ઉલ-મુલ્કના ત્રાસે ભાગેલ, તેના અમીર સરદારો ઝમતખાન ખીન પીરૂ મલીક, યુસુફે ખીન લુત્ફદલ્લા, રાજી મહમદ