________________
૨
કાંડવણજની ગૌરવ ગાથા
શેરખાન આ ખુનખાર યુદ્ધમાં સખ્ત ઘાયલ થયે હતે. તે કપડવણજના કિલ્લામાં ભરો. તેને સહાયક રંગેજી સાથે જ હતે. રંગેજીએ માળવાના હોલ્કરને બે લાખ રૂપિયા પાછા આપવાની શરતે મદદ માંગી. હેકર આવે તેટલામાં બન્ને પક્ષ પિતાની લશ્કરી તૈયારીઓ કરી રહ્યા હતા. હોલકર કપડવણજ શેરખાન બાબીની મદદમાં આવે છે તે સાંભળતા જ ફકરૂઢીલા ઘેરે ઉઠાવી ચાલતો થયે.
આ સમયમાં કપડવણજને કબરગંજ કહેતા હતા. ઈ.સ. ૧૭૪૮ માં શેરખાન અને વાડાસિનેરને એક મુસદ્દી દલપનરામ નામને નાગર ગૃહસ્થ વાવસિનેર ગયા અને શેરખાનને સમજાવીને જૂનાગઢનું સૂત્ર સંભળવા જૂનાગઢ લઈ ગયા. ઈસ. ૧૭૪૮ શેરખાન બહાદુરખાન નામ ધારણ કરી તેની પત્ની લાડી બેગમ સાથે જુનાગઢને નવાબ ઈસ ૧૭૪૮ માં થયે.
શેરખાન બાબી કેટલેક સમય વાડાસિનેર અને કેટલેક સમયે કપડવણજ રહેતા. તે બાદ જ્યારે અમદાવાદ રહેવા જતા ત્યારે તેના માણસે કપડવણજ અને થામણની વ્યવસ્થા કરતા.
ઈ. સ. ૧૭૫૩-૫૪ના અરસામાં વાત્રક કાંડાની ખંડણી ઉઘરાવી દામાજી ગાયકવાડ કપડવણજ આવ્યું અને શેરખાન બાબી જૂનાગઢ તરફ ગયા. આ સમયથી કપડવણજની બાબી વંશની સત્તાને અંત આવ્યો અને મરાઠી હકુમતને સમય શરૂ થશે. આ સમયમાં પટલાઈજે મેઢ વણિકેના હાથમાં હતી તે મરાઠા યુગથી કડવા પટેલ કેશવજીના હસ્તક આવી. હાલ પણ કેશવજી પટેલના વંશજો કપડવણજનું મુખીપણું ભેગવે છે.
ગાયકવાડી સમયમાં કપડવણુજ :
ઈ.સ ૧૭૫૩, સંવત ૧૮૦૯ થી ઈ. સ. ૧૮૧૬ સંવત ૧૯૭૨ ના વીસ વર્ષોના સમમયની ખાસ ફેરફારની કેઈ આધારભૂત હકીકત મળતી નથી, પણ આ ગાયકવાડી સમય હતે. જેમાં કપડવણજ પવિત્ર વિદ્વાન વૈદ્યરાજ તરવાડી [ત્રિવેદી) જીવરામ ગોવિંદરામને શ્રીખંડેરાવ ગાયકવાડ સરકાર તરફથી સંવત ૧૮૧૮ ના ભાદરવા વદ-૮ શનિવારે “મીરાંપડું બક્ષીસ આપ્યાનું સાત રાજ્યના દસ્કતવાળું તામપત્ર ગાયકવાડી અમલ જણાવે છે. [જુએ ફોટા તામ્રપત્ર ] - ઈ.સ ૧૭૭૫ ના અરસામાં હરિપંથ ફડકેએ રાબાને નસાડે ત્યારે રાબાનું બાકી રહેલ લશ્કર અને ગોવિંદરાવ ગાયકવાડ પોતાના લશ્કર સાથે છાવણી નાખી કપડવણજમાં
હ્યા, રાઘબાનું ખંભાતના નવાબે અપમાન કરેલું, તે વેર વાળવા કર્નલ કર્ટિજ કપડવણજમાં ગોવિંદરાવને મળી ખંભાતના નવાબને નમાવી નજરાણું લીધેલું.