________________
કપડવણજની ગૌરવ ગાથા
આ યુગમાં કપડવણજમાં જૈન સમાજ સમૃદ્ધિમાં રાચતે હતે. વિ. સં. ૧૧૩૯ ઈ. સ. ૧૦૮૩માં નવાંગીના ટીકાકાર વિદ્વાન જૈન ધર્મ શાસન પુણ્યાત્મા ચંદ્રકૂળના (જેમનું વર્ણન આગળ કરી ગયા છીએ તે) શ્રીઅભયદેવસૂરિએ હાલની શાંતીનાથની પિળમાં આવેલ ઉપાશ્રયમાં કાળ કરેલે. (હાલમાં ઉપાશ્રયમાં તેમનાં પગલાં છે.)
આપણ વતનને સુવ્યવસ્થિત રીતે ગોઠવણ કરનાર જે કઈ હોય તે તે ફકત રાજકણું લાડલી બીબી. તેને ફાળે આ યશ જાય છે. ગામના રક્ષણ માટે કેટ કિલ્લાને સારી અને સુવ્યવસ્થિત કરનાર તે જ હતી. ગામના રક્ષણ માટે ચારે બાજુ વફાદાર સૈનિક સમા મુસ્લિમેને વસાવ્યા હતા અને દરેક કેમના જ્ઞાતિના સર્જનને એક સાથે વસાવ્યા. બ્રાહ્મણ, વણિકે, જૈને, સલાટ, કંસારા, વગેરે જ્ઞાતિજનોને યોગ્ય રીતે ગોઠવ્યા અને તે રીતે જ દરેક લત્તાનાં નામ પણ રાખવામાં આવેલાં.
સંવત ૧૨૭૫ લગભગમાં જ્યારે ગુજરાતના પ્રસિધ્ધ પ્રધાન શ્રીવસ્તુપાળ અને તેજપાળ બંને ભાઈઓ દેલવાડાનાં દહેરાં બાંધી પ્રતિમાજીની પ્રતિષ્ઠા વખતે સકળ સંઘને આમંત્રણ આપેલ ત્યારે કપડવણજના જૈન સજજન સહ કુટુંબ ત્યાં ગએલા એ સમયે કપડવણજ રાહના આરે હતું.
કેટલાક સમય બાદ કપડવણજ અર્ધગોળાકારે હતું. “લાડણી બીબી નામે બેગમ કઈ અજ્ઞાત કારણસર કપડવણજ આવ્યાં અને જૂના કપડવણજના સજજોના સહકાર અને નાણુની મદદથી આ ચાલુ શહેર નવેસરથી વસાવ્યું, તેમ મનાય છે. છેલ્લે મરાઠા શાસકેએ કબજે કરી લીધેલું. ઈ. સ. ૧૭૫૩-૫૪ દામાજી ગાયકવાડે શેરખાન બાબી પાસેથી કપડવંજ જીતી લીધું અને આ શેરખાન બાબી જૂનાગઢ તરફ ચાલી ગયે.
આપણુ મીઠા તલાવના દરવાજાના નામે ઓળખાતા દરવાજે બે પાળીયા (રાજપૂત) દ્વાર પાળનાં પૂતળાં હતાં. (જુએ ચિત્ર ન. ૪) તેથી આ કિલ્લે રજપુત સમયમાં બંધાએલ હોય અને મુસ્લિમોના સમયમાં સુધરાએલ હોય તેમ માનવાને એક કારણ છે. આ દરવાજા પાસે એક મીઠા પાણીનું સરેવર હતું, તે હાડા નથી. ત્યાં રાણીએ પોતાના પતિની યાદગીરીમાં એક સુંદર હવા ખાવાને બાગ પણ બનાવેલ, જેને હાલ પણ “સરદાર બાગ” એ નામે ઓળખાય છે. આ સ્થળે જૂના સમયમાં સારું એવું બાંધકામ હતું, જે અત્યારે કંઈ જ અસ્તિત્વમાં નથી.
આ મીઠા તલાવના દરવાજા પાસે શહેરના રક્ષણ માટે મુસલમાનોને વસાવ્યા કે જેમની અટક “જ” હતી. હાલ આ લેકેની વસ્તિ નથી પણ આ સ્થળ “જટવાડો' કહે છે.