________________
થઈ કે આચાર્યશ્રીની જીવન-પ્રભા મારે લખવી, મારી પાસે વિશેષ વિગતે તે નહતી પણ આચાશ્રીના અંતેવાસી અનન્ય ગુરૂભકત શ્રી ગુલાબમુનિ મહારાજે આચાર્યશ્રીના જીવનના અનેક પ્રસંગે મને સંભળાવ્યા એટલું જ નહિ પણ સમય મેળવી તેની વીગતે લખાવી આપી, ઉપરાંત જુદા જુદા સમાચાર પત્રમાં આવેલાં ઉલ્લેખ મને આપ્યા અને પ્રસંગે પ્રસંગે માર્ગદર્શન આપ્યું. લગભગ ૮-૧૦ ફમ થશે તેમ અંદાજ હતો પણ ઉમિઓ ઉભરાતી આવી અને આજે ૩૨૫ પૃષ્ઠોમાં આચાર્યશ્રીની જીવન-પ્રભા વાંચકે સમક્ષ રજુ કરતાં ધન્યતા અનુભવાય છે.
ગુરૂદેવના જીવનના અનેક પ્રસંગો પ્રેરણાત્મક છે. તેઓશ્રીની ઉદારતા, દીર્ધતપશ્ચર્યા અને સૌમ્યતા આચાર્યશ્રીની જીવન-પ્રભાના દર્શન કરાવે છે.
પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી મેહનલાલજી મહારાજના સમરણાર્થે વર્ષો પહેલાં શરૂ થયેલ અને સમૃદ્ધ શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબેરીનું ભવ્ય મકાન અને એ જ્ઞાનમંદિરને વિકાસ એ આચાર્યશ્રીની અંતિમ ભાવના હતી. આચાર્યશ્રીએ તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. આચાર્યશ્રીના ભક્તો અને તે સંસ્થાના પ્રાણ સમા ટ્રસ્ટીઓ એ અંતિમ ભાવના ક્યારે મૂર્તિમંત કરશે!
ગુરૂદેવની જીવન-પ્રભાના તેજ કિરણો આપણા હૃદયમાં પ્રકાશ પાથરો એ જ અભ્યર્થના
પાલીતાણા ) સં. ૨૦૦૯ જેઠ શુદિ ૭ | ફૂલચંદ હરિચંદ દેશી (આચાર્યશ્રીની દ્વિતીય જયંતી)
મહુવાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com