________________
તે અનુપમ છે. આ રસ્તા પર ઠેર ઠેર મંદિરો અને ઉપાશ્રયો એમની જૈનધર્મ પ્રત્યે અજોડ સેવાના નમૂનારૂપે આપણે આજે જોઈ શકીએ છીએ. એનો લાભ અનેક ભાવિકજી આજે લઈ રહ્યા છે અને પિતાનાં જીવનને ધન્ય ગણવામાં આવે એ સ્થીતિ ઉત્પન્ન કરવા માટે પૂજ્ય આચાર્યશ્રી પ્રત્યે તેઓનાં મસ્તકે આજે પણ વંદનાપૂર્વક નમે છે.
શ્રી ઘંટાકર્ણની મૂર્તિ પાયધુની ઉપર આવેલ મહાવીર સ્વામીનાં દેરાસરમાં સ્થાપિત કરી વર્ષો જૂની ભાવિક ભાઈ-બહેની માંગ તેઓશ્રીએ પૂરી પાડી સમાજની અનાખી સેવા બજાવી ભાત પાડી છે એ મુકતકંઠે સ્વીકારવું જોઈએ. આજે એ મૂર્તિ ભક્તિભાવના માટે અનેક ભાઈ-બહેનેની ભક્તિનું કેન્દ્ર બની રહી છે.
આ ઉપરાંત થાણામાં એક નમૂનેદાર દેરાસર બંધાવવામાં તેમણે જે પરિશ્રમ સેવ્યો છે તે અજોડ અને અદ્વિતીય છે. આજે થાણુનું દેરાસર તીર્થભૂમિ સમાન થઈ પડયું છે અને મુંબઈ વાસીઓને ખાસ કરીને આસપાસના નજીકના સ્થળામાં વસતા જેને માટે એક રમણીય સ્થાન છે. કલા-કારીગીરી અને ચિત્રો-પટોથી સુંદર રીતે શણગારવામાં આવેલું આ જીનમંદિર કલા અને ધર્મને સચોટ આદર્શ પૂરા પાડે છે અને મનરમ્ય ધાર્મિક ભાવના સાધના અર્થે પણ આ સ્થળ પ્રસિદ્ધિને પામ્યું છે. આચાર્યશ્રીની આ રિદ્ધિ સિદ્ધિ
એ સમાજમાં એઓશ્રીને સદાય જીવન્ત ચિરસ્મર્ણીય રાખ્યા છે. એમના જીવનનાં ઉદાત્ત તને જૈન ભાઈઓ અને બ્લેને અનુસરે એજ એમના જીવનની યશગાથા છે. પ્રભુ એઓશ્રીની સ્મૃતિઓને તાજી રાખે અને સમાજ તેનું યથાશક્ય અનુસરણ કરે એજ અભ્યર્થના. શાંતિનગર
લી. માટુંગા
રવજી સેજપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com