________________
: ૧૪ :
આચારના આકરા પરિસહ સમભાવે સહન કરનાર, અને સામાન્ય જીવનમાંથી સાહસ અને પુરૂષાર્થના બળે સન્માન્ય પદ પ્રાપ્ત કરનાર રામકુમાર' માંથી જિનધિસૂરિ બનેલ આત્મા હાઈ ‘મહાત્મા’ પદ મેળવનાર-વિભૂતિ માનવભવ સરળ કરી ગઈ. સ્વ જીવન ધન્ય બનાવી ગઈ. એની કથા છે. એ નિતરૂં સત્ય છે. અને હજારો માનો માટે બોધપાઠરૂપ નિવડે એવી યાદ પણ પાછળ મૂકી જનારી પ્રેરણાદાયી કથની છે એમ કહેવામાં જરાપણ અતિશયોકિત નહીં લેખાય. આવા આત્માઓ માટે જ્ઞાની ભગવંતોએ “જય જય નંદાજય જય ભદા' નો ઘોષ મુકરર કર્યો છે. અને લેખકે એ પ્રકરણનું મથાળુ “મૃત્યુ મરી ગયું રે લોલ' બાંધી એ ઘેષ પાછળ આશય સ્પષ્ટ કર્યો છે.
જીવન ચરિત્ર આપણા જેવા વિષમકાળમાં જીવનારા માનવ માટે “દિવાદાંડી' ની ગરજ સારે છે. સાગરમાં ખરાબે ચઢી જતાં વહાણુને જેમ દીવાદાંડી બચાવે છે તેમ આ ભવસાગરમાં પવિત્ર જીવનને રાહ દર્શાવી આ પુસ્તક માર્ગદર્શક બને છે. લેખકશ્રીની કલમ પણ મુદ્દાસર વાને વર્ણવતી, આશયને રફેટ કરતી અને વિસ્તાર થવાના ભયને નજર સામે રાખી પટને સંકેલી લેતી નવલકથાની શૈલીએ, સરળતાને સધિયારો લઈ કૂચકદમ જારી રાખે છે. નવનવી વાતમાં અવગાહન કરાવતી છતાં, મૂળ ધ્યેયને લક્ષ બહાર નથી કરતી. એટલે જ અંતમાં કહી દઉં કે તેઓશ્રીના હાથે લખાચેલ અન્ય ચરિત્ર ગ્રંથ માફક આ જીવન-પ્રભા પણું હજારો આદર પામશે અને પ્રભા વિસ્તારશે.
મેહમયી શ્રાવણ વદ ૮ મંગળવાર : મેહનલાલ દીપચંદ ચોકસી
જન્માષ્ટમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com