________________
વર્ણવેલા છે. આટલા લંબાણથી ઉલ્લેખ કરવાનું કારણ એ જ કે આપણુ કથા નાયકને આ પ્રકારની સાધનામાં શરૂઆતથી જ રસ પેદા થયો હતો. સાધનાને પ્રભાવ પણ જણાયો હતો એટલે તેઓ મણીભદ્રવીર'ની કે “ઘંટાકરણ મહાવીરની સાધનામાં અને સ્થાપનામાં શ્રદ્ધા ધરાવતા અને અન્યને માર્ગદર્શક પણ બનતા. ખંભાતના માણેકચોક ઉપાશ્રયના ઉદ્ધાર પ્રકરણમાંથી, સોજીત્રાની દેરીના છદ્ધાર વૃતાન્ત પરથી અને મુંબઈમાં પાયધૂની પર આવેલ શ્રી મહાવીર પ્રભુના દેવાલયમાં હઠળના ભાગે સ્થાપન કરેલ “શ્રી ઘંટાકરણ મહાવીર' ની મૂર્તિ પરથી એ વાત સહજ તારવી શકાય છે.
પૂજય મુનિ મહારાજ શ્રી મોહનલાલજીના સ્મરણાર્થે સુરતમાં સ્થાપન કરવામાં આવેલ જ્ઞાનભંડારની ઉન્નતિ અંગે ચાલુ પ્રથાને બાજુએ રાખી જે દીર્ધદશી પગલું ભર્યું છે, અને એ પૂજ્યની પંજાબકેશરીના પ્રમુખસ્થાને ઉજવાયેલી જયતિ પ્રસંગે વીરચંદ રાઘવજીવાળા પ્રસંગની યાદ આપી કેટલીક મુદ્દાની વાતે વર્ણવી તે, તેઓશ્રીના હૃદયમાં રમતી શાસનદાઝ અને શાસનપ્રભાવના સુચવે છે.
_ “ઠાણુ” નગરીના શ્રાવકેમાં બારવર્ષ કુસંપ હતો તે ટાળી, પવિત્ર એવા શ્રીપાળ રાસમાં આવતા આ મહત્વના સ્થાનને પુનઃ જનતાની નજરે આણવામાં અને શ્રી મુનિસુવ્રત સ્વામીનો જે નવિન પ્રાસાદ આજે આપણું સર્વની ચક્ષુ સામે તીર્થ સ્વરૂપે ખડો છે અને જે શ્રી સિદ્ધચક્રજીના મહાન પ્રભાવને રજુ કરી રહેલ છે એની સ્થાપનામાં આપણું આ કથા નાયકે અતિ અગત્યનો ભાગ ભજવ્યો છે. મુંબઈ વાસીઓ માટે અગાશી માફક “ઠાણું પણ તીર્થધામ બન્યું છે. રવીવાર જેવા રજાના દિવસે સેંકડો ભાવિકે આ સ્થળમાં ઉતરી પડે છે અને પ્રભુદર્શનથી પોતાના આત્માને પાવન બનાવે છે, એ સૂરિજીની દીર્ધદષ્ટિને આભારી છે.
પિતાના જીવનની શરૂઆતમાં અનેખી છાપ બેસાડનાર ગુરૂ” અને “બીકાનેર' તેઓશ્રીની નજર બહાર નથી રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com