________________
* ૧૦ ? પ્રભુના મનોહર બિંબની પ્રતિષ્ઠા કરવી, ધર્મકરણું માટે ઉપાશ્રય ઉભા કરાવવા, અગર તે તપકરણદ્વારા શ્રાદ્ધગણમાં ધાર્મિક વાતાવરણના સર્જન કરવા એ સાધુજીવનમાં સહજ છે. એ કાર્યોની પ્રેરણા મુનિ મહારાજેના ઉપદેશને આભારી છે. જુદા જુદા પ્રદેશોમાં પગલા માંડતાં સાધુ-સંતો આ જાતના પવિત્ર કાર્યોના માર્ગદર્શક હેય એમાં આશ્ચર્ય નથી અને ચરિત્રનાયક પણ એમાં પાછળ નથી રહ્યા. આ દળદાર પુસ્તકમાં એ સર્વ વર્ણવેલું જ છે. અહીં જે વાતની ખાસ નેધ લેવાની છે તે એ કે જેમ સન્મિત્ર મુનિ શ્રી કપૂરવિજયજીએ સ્વ કલ્યાણ સાધવા સાથે ઉપદેશ દ્વારા જ્ઞાનને પ્રચાર વિસ્તાર વધાર્યો, અને સમાજને ઉપયોગી બાબત ઉપાસક સમૂહને સમજાવી એની ઉન્નતિ થાય તેવા કાર્યોના શ્રી ગણેશ વિહાર દરમ્યાન કર્યા, તેમ આપણુ આ ચરિત્રનાયક પણ વર્તાતા નયનપથમાં આવે છે. કુસંપનું કાસળ કહાડવા કમર કસે છે. હાનિકારક રૂઢીએને જડમૂળથી ઉખેડી નાંખવાના કાર્યમાં પીછે હઠ નથી કરતાં અને ઉપરછલી વાહવાહના મોહમાં અંજાઈ જઈ ખરી વાત કહેતા જરા પણ ગભરાતા નથી. એમ કરવા જતાં કેટલીક વાર સ્વાધ્યાયને ક્ષતિ પહોંચવાના પ્રસંગ પણ આવે છે. માનસિક બેજ વધે છે છતાં એજ્યની ભાવનાથી રંગાયેલ આ મહાત્મા આરંભેલ કાર્યને અધવચ મૂકતા નથી જ. આ વાતની પ્રતિતી ધર્મ-ઉોત “ગ્રામહાર' જેવા પ્રકરણે વાંચવાથી થાય તેમ છે. લાડવાશ્રીમાલી અને સ્ત્રીઓને સ્વામીવાત્સલ્યમાં સ્થાન અપાવવા રૂપ કાર્યો અને નારીજાતિ માટે “ઋતુધર્મ” પાલન અંગે કરેલ કાર્યવાહીથી સમજાય તેમ છે.
સમાચારી ખરતરગચછની પાળતા છતાં આચાર્યશ્રીને અન્ય ગચ્છ પ્રત્યે કઈ જાતને વિરોધ ન મળે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી માફક શ્રી જિનહિંસુરી પણ સ્વ શિષ્ય પરિવાર સહિત સર્વ સાથે ભળે છે. ધર્મ પ્રભાવનાના કાર્યોમાં પરસ્પર સાથ દે છે અને તેઓશ્રીને એ ગુણ ભકિક સ્વભાવી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com