________________
: ૧૧ : સેવાભાવી શિષ્ય મુનિ શ્રી ગુલાબવિજયજીમાં ઉતરેલે આજે નજરે જોવાય છે. “જ્ઞાનદાન’ નું મહત્વ ઓછું નહીં આંકનાર આ. સૂરિજી વિદ્યાધામો ઉભા કરાવે છે. પાઠશાળાઓ સ્થપાવે છે. જ્યાં સાધુમહારાજના પગલા સામાન્યતઃ દુર્લભ ગણાય છે અને વસ્તીના માપ માપતા. જ્યાં જૈન ઘરોની સંખ્યા આંગળીના ટેરવે ગણાય તેટલી હોય છે, વળી જ્યાં અજ્ઞાનતા અને ખોટી પ્રથાઓ પરંપરાથી ઉતરી આવીને જડ ઘાલી બેઠી હોય છે એવા ગામડામાં વિચરવું, જરૂર પડે ચોમાસું રહેવું અને ઉપદેશવારિને સતત ધોધ વહેવડાવી વર્ષો જુના અંધારા ઉલેચી, જ્ઞાનરવિને અસ્મિતા પ્રગટાવે તેવો પ્રકાશ પાથરવા ઉદ્યમ કરવો એ આ સંતના વિહારમાં અંદગીને મુદ્રાલેખ બન્યો હોય એમ દેખાય છે. .
આપણા ચરિત્રનાયક જેમ શરથી તપ કરવાની લગનીવાળા હતા. તેમ એકાંત મેળવી ધ્યાન મગ્ન બનવામાં પણ લાલાયિત હતા. એ તે સૌ કોઈ સારી રીતે જાણે છે કે દરેક ઘર્મમાં ધ્યાન અંગે જુદી જુદી પદ્ધત્તિઓ દર્શાવેલી હોય છે. જેનધર્મ આત્મકલ્યાણના યેયને વરેલું હોવાથી ધ્યાનના બે પ્રકાર. ધર્મધ્યાન અને શુકલધ્યાન પર એ ખાસ ભાર મૂકે છે. આમ છતાં એમાં પણ મંત્ર સાધનાને સ્થાન છે. નમસ્કાર યાને પંચપરમેષ્ટિરૂપ મહામંત્ર ઉપરાંત બીજ મંત્ર પણું દર્શાવાયા છે અને એની સાધનાની રીતો પણું વર્ણવેલી દષ્ટિગોચર થાય છે. વીતરાગ પ્રભુ તો નિરંજન નિરાકાર હોવાથી સંસારી છનું ભલુ કે ભુંડુ કરતા નથી. અર્થાત કોઈ પણ પ્રકારના ફળદાતા બની શકતા નથી. પણ તેઓ સરખી સર્વગુણસંપન્ન વિભૂતિને ને સામે રાખી સાધક આત્મા ધ્યાન આદિ ક્રિયાઓ દ્વારા
આત્માને કર્મમળના કીચડમાંથી બહાર આણી શકે છે. આ કાર્યમાં તીર્થકર દેવના યક્ષ- યક્ષણ યાને દેવયોનિમાં વર્તતા ઉપાસકો સહાયક બને છે. પણ આ કાર્ય એ પ્રકારના દેવોની આરાધના વિના બનતું નથી. એ અંગે સાધક માટે સાધના કરવાના જુદા જુદા ઉપાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com