________________
પંચપરમેષ્ઠિના નામ, ગુણ તથા વર્ણન
ગુણોએ સહિત હોવાથી દેવ, મનુષ્ય અને તિય ચ પિતપતાની ભાષામાં સમજી શકે છે. તે વિષે એક ભિલનું દષ્ટાંત કહે છે
કેઈ એક ભિલ્લ પિતાની ત્રણ સ્ત્રીઓ સાથે એક દિવસ વનમાં જતું હતું. તે વખતે પહેલી સ્ત્રીએ કહ્યું: “મને ભૂખ લાગી છે હરણું લાવી આપે.” બીજી સ્ત્રીએ કહ્યું, કે-“મને તરસ લાગી છે તે પાણી લાવી આપે. ત્રીજી સ્ત્રીએ કહ્યું કે-“મને કઈ સારૂં ગીત સંભળા”..
આ ત્રણેના ઉત્તર તે ભલે એક જવાબથી વાળ્યા કેનથિ” એથી પહેલી સ્ત્રી સમજી ગઈ, કે-“(ારે નાસ્તિ ) તીર નથી તે હરણને મારીને શી રીતે લાવે ?” બીજી સ્ત્રી સમજી ગઈ, કે-“(ત નાસ્તિ ) સરોવર નથી તે પાણી કેમ લાવી આપે?” ત્રીજી સ્ત્રી સમજી ગઈ કે-(નાસ્તિ ) સ્વર નથી-રાગ નથી તે સારૂં ગીત કેમ કરી સંભળાવે ?”
આ રીતે એક જ જવાબથી ત્રણે સ્ત્રીઓ સમજી ગઈ, તેમ ભગવંતની વાણી સર્વે પિતા-પિતાની ભાષામાં સમજી જાય. એ તેમને ચેાથે અતિશય થયા.
આ રીતે ૮ પ્રાતિહાર્ય અને ૪ અતિશય મળી અરિહંતના બાર ગુણ થાય છે.
સિદ્ધભગવંતના આઠ ગુણે અષ્ટકને ક્ષય કરવાથી સિદ્ધભગવંતના આઠ ગુણે થાય છે, તે નીચે પ્રમાણે
(૧) જ્ઞાનગુણુ–જ્ઞાનાવરણીય કમને ક્ષય થવાથી કેવળજ્ઞાને કરી, સિદ્ધભગવંત કાલકના સમગ્ર સ્વરૂપ સમકાળે સમસ્ત પ્રકારે જાણે છે.