________________
તિuિતન
[૧૧] માન્યતામાં ભૂલ સમજાતી હોય તે તે ભૂલ ક્ષણને પણ વિલંબ કર્યા વગર સુધારી લે.
સાચા દિવસના અજવાળાં તમારા આત્માને અજવાળે એવું કાંઈક કરો. दिवसो नितरां यतते करणे,
रजनि: करणाद्विरतिं तनुते । स्वहितेऽस्तु सदा स्ववशो दिवसो,
दुरितेऽस्तु निशा त्वनिश भषिनाम् ॥११॥
(૧૨) નિર્ભય
તા. ૧૫-૧૨-૧૩ અત્યાર સુધી મને ભય હતે રેગને-તે મારું આરોગ્ય ગૂંથી નાખે છે ને તેથી હું દુઃખી થઈ જાઉં છું. મને ભય હતે ઘડપણને કે તે મારું યૌવન લુંટી લે છે ને હું શિથિલ બનું છું. મને ભય હતા મૃત્યુને-કે તે મારું જીવન છીનવી લે છે ને હું વિનાશ પામું છું.
આ ત્રણ સિવાયના બીજા પણ નાના નાના અનેક ભલે મારી પાછળ પડ્યા હતા પણ હવે મને એ કેઈને ભય નથી. હવે હું નિભય છું. કારણ મને મારી ખરી ચીજનું–મારી સાચી મિલ્કતનું હવે ભાન થયું છે તે વસ્તુને લૂંટનાર કે નથી. મને મારી વસ્તુ થોડીઘણી મળી છે, અને તેના સમર્થ રક્ષક પણ મળ્યા છે. હવે મને ભય કોને? ફક્ત હું મારી પોતાની વસ્તુ સંપૂર્ણ પણે મેળવું એટલી તકેદારી મારે રાખવી જરૂરી છે. તેમાં હું આળસ ન કરું–આળસ છે તે દૂર કરું, ખરેખર હું તદ્દન નિર્ભય છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com