________________
[૧૬]
હિતચિંતન સ્થાપન કરવાથી ગેળ ચક્ર બને છે. તેથી તે સિદ્ધચક કહેવાય છે. એ નવપદમાં નવની જે સંખ્યા છે તે અખંડ છે. નવની સંખ્યામાં સર્વ સંખ્યાને સમાવેશ થઈ જાય જાય છે. નવના આંકની અદ્ભુતતા જેમ જેમ ગણિતને અભ્યાસ વધે તેમ તેમ થાય, એને પાર આવે નહિં એટલી એ આંકમાં ખૂબીઓ ભરી છે નવને ગમે તેટલા ગુણીએ ને તેને સરવાળે કરીએ તે ય નવ જ આવે. એ તે તેની પહેલી ખુબી છે. એટલે જે નવનિધિઓ, નવ બ્રહ્મચર્યની ગુતિઓ, નવ ભવ મુક્તિ, નવ ખંડ, નવ ગ્રેવેયક, નવદ્વીપ, નવકાર, વગેરે ઉત્તમ નવ નવ જોઈતા હોય તે નવપદની વિધિપૂર્વક આરાધના કરો. શ્રીપાલ અને મયણુએ એ આરાધનાથી અમરપણું મેળવ્યું અખંડ નવને આંક જે આરાધતા આવડે તે અખંડપણું સહેજેપણું મળે. ગમે તેવી વિષમતા દૂર કરવાનું એનામાં સામર્થ્ય છે. એટલે જે વિષમતાઓ દૂર કરવી હોય તે પણ નવપદની આરાધનામાં તત્પર બનવું. संख्यैकादिनवान्ता मान्या संख्यावतां हिताऽजस्त्रम् । तत्राप्यखण्डितेय, नवसंख्या सिद्धचक्रात्मा ॥ १०० ॥
(૧૦૧) કટિબદ્ધ બનો તા. ૯-૪-૫૪
યુદ્ધની શરૂઆત થવાને હવે વાર નથી. શરૂઆત થશે તે વખતે તમે તમે તૈયાર નહિં રહે એ નહિં ચાલે, શત્રુ તમારા ઉપર ચઢી બેસશે. માટે તૈયાર થઈને રહે કે. બાંધી લે તમારે ડરવાની જરૂર નથી; વિજય તમારે છે કારણ કે તમે શ્રી સિદ્ધચકના આશ્રયે છે. ચકવર્તીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com